બીઆરટીએસ બસના પેસેન્જરોને ફાળવેલા સ્માર્ટકાર્ડ અચાનક બંધ કરી દેવાયા છે. જેના લીધે ગુરુવારે પેસેન્જરો અટવાઇ પડયા હતાં. પેસેન્જરોને રોકડા આપીને ટિકિટ મેળવી પડી હતી. મ્યુનિ.કોર્પોરેશનના અણધડ વહીવટનો ઉત્તમ નમૂનો છે, આ અંગે લોકોને આગોતરી જાણ પણ કરાઇ નહીં હોવાથી સ્માર્ટકાર્ડધારકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
બીઆરટીએસ વિભાગના એક ઉચ્ચઅધિકારીએ કહ્યું કે, બસના સ્માર્ટકાર્ડમાં વધેલી રકમ પરત લેવા પેસેન્જરોને હેલ્પલાઇનનો સંપર્ક કરવોનો રહેશે. સ્માર્ટકાર્ડમાં બાકી રકમ હશે તો સબંધિત પેસેન્જરના બેંક ખાતામાં જમા મળી જશે. સ્માર્ટ કાર્ડ બંધ કરીને હવે ઓપન કાર્ડ લાવવામાં આવે છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવાઇ છે. કાર્ડ ક્યારે મળશે, તે અંગે હાલ કહી શકાશે નહીં. નવા ઓપન કાર્ડ મેટ્રો અને બીઆરટીએસ બંનેમાં ઉપયોગ કરી શકાશે.
કર્મચારીઓએ પહેલાં તો ટેક્નિકલ એરર થઈ હોવાનું બહાનું કાઢયું હતું
ઓનલાઇન પેમેન્ટની સિસ્ટમ બંધ રહેતા પેસેન્જરોએ રોષ ઠાલવતા કહ્યું કે, સિસ્ટમ બંધ કરતાં પહેલા આગોતરી જાણ કરવી જોઇએ. સ્માર્ટ કાર્ડ બંધ કરાયાની સાથે ઓનલાઇન પેમેન્ટની સિસ્ટમ પણ બંધ છે. કર્મચારીએ પહેલાં તો ટેકનીકલ એરરનું બહાનું છે.
સ્માર્ટકાર્ડ બંધ રહેતા ટિકિટ માટે 40 ટકા વધુ રકમ ચૂકવી પડી
બીઆરટીએસના સ્માર્ટકાર્ડના પેસેન્જરોને ટિકિટના મૂળ ભાવમાં 40 ટકાનો ફાયદો થાય છે. હવે સ્માર્ટકાર્ડ બંધ કરી દેવાતા પેસેન્જરોને 40 ટકા રકમ વધુ ચૂકવી પડે છે. જેના લીધે કેટલાક બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો.
Source link