પાટણમાં તાજેતરમાં બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ ચાલતી હતી જેમાં અલગ અલગ જિલ્લાઓમાં ભાગ લેવા માટે ટીમો આવી હતી. આ બધી ટીમોને રાતવાસો કરવા માટે યુનિ.ની રૂષા હોસ્ટેલમાં સગવડ કરી આપવામાં આવી હતી.
દિવસે સ્પોર્ટસ અને રાત્રે પાર્ટી કરવા ટેવાયેલ કેટલાક નબીરા ખેલાડીઓ હોસ્ટેલમાં ઉંચા અવાજે મ્યુઝીક વગાડતા હોવાથી રેક્ટર સૂચના આપવા માટે જતાં નબીરાઓ દારૂપાર્ટી કરતા નજરે પડતાં રેક્ટરે તેમને આ બધુ અહીંયા નહી ચાલે તેમ કહેતાં જ નબીરાઓએ રેક્ટરને એક રૂમમાં પૂરી દીધા હતા. રેક્ટર અન્ય હોસ્ટેલ કર્મીઓની મદદથી બહાર આવતાં દારૂપાર્ટી કરનાર કેટલાક નબીરા મર્સિડીઝ કારમાં ભાગવાનો પ્રયાસ કરતા હતા તે સમયે રેક્ટરે કાર રોકવાનો પ્રયાસ કરતાં કારને રેક્ટર ઉપર ચડાવી દીધી હતો નસીબજોગ રેક્ટર દૂર ખસી જતાં બચી ગયા હતા પરંતુ આ બનાવ બાદ પાટણ શહેર બી ડીવીઝન પોલીસને જાણ કરતાં રાત્રે પોલીસ પણ હોસ્ટેલ પહોંચીને આરોપીને સાથે લઈ ગઈ હતી પરંતુ આ ઘટનાને 5 દિવસ વિતવા છતાં આ મામલે કોઈ એફઆઈઆરના નોંધાતાં આ આખા મામલે હવે વિદ્યાર્થી સંગઠન મેદાને ઉતર્યું છે અને આગામી સોમવારે સંગઠન દ્ધારા ભૂખ હડતાલ અને ધરણાં કરવાની જાહેરાત કરતાં આખો મામલો અને પોલીસની આરોપી સામેની શરણાગતિ ફરીથી ટૉક ઓફ ધ ટાઉન બન્યું છે.
દારૂ પીધાને 72 કલાક વિત્યા બાદ લોહીના નમૂનામાં કશું ના આવે
ઉલ્લેખનીય બાબત છે કે આ આખો મામલો દારૂની પાર્ટીથી શરૂ થયો હતો. જે આરોપીઓએ આખો કાંડ કર્યો તેમાંના કેટલાક દારૂ પીધેલા હતા. દારૂ પીધેલા સાબિત કરવા માટે પોલીસે આરોપીને અટકમાં લઈ તેના બ્લડ સેમ્પલ મેળવી તેના ટેસ્ટ કરાવવા જરૂરી છે પરંતુ આ આખા બનાવમાં પોલીસે આવુ કશું ના કરતાં હવે આ બનાવને 5 દિવસ વિતવાથી હવે જો પોલીસ ગુનો નોંધીને બ્લડ ટેસ્ટ કરાવો તો પણ તેમાં કશુ આવવાનું નથી. પોલીસની નિષ્ક્રિયતાને કારણે આરોપીને પ્રોહિબિશનના કેસમાંથી છટકી જવાનો આખે આખો દરવાજો મળી ગયો.
કુલસચિવની પણ પોલીસે અવગણના કરી
યુનિ. કેમ્પસમાં મામલો બન્યો હોવાથી યુનિ.ના સત્તાધીશો પણ સક્રિય થયા હતા જેઓને આ આખા બનાવને લઈને પાટણ શહેર બી ડીવીઝન પી.આઈ.ને લેખિત પત્ર લખ્યો હતો કે આ બનાવ મામલે એફઆઈઆર નોંધીને અમને જાણ કરો જેને 4 દિવસ વિતવા છતાં પોલીસ ચૂપચાપ બેસી છે.
Source link