પાટણ જિલ્લામાં છેલ્લા 13 દિવસ થી બાળ તસ્કરી મુદે પાટણ SOG પોલીસ દ્વારા અત્યાર સુધીમા સમગ્ર ઘટના ના મુખ્ય માસ્ટર માઈન્ડ સુરેશ ઠાકોર સહિત 6 લોકોની અટકાયત કરી તપાસ કરી રહી છે જેમાં રૂપસંગ ઠાકોર, નરેશ રબારી તેમજ ધીરેન ઠાકોર ના રિમાન્ડ પૂર્ણ થતા તેવોને પાટણ ની સુજનીપુર ખાતેની સબજેલ મા મોકલી ધીઘા છે
પાટણ sog પોલીસ દ્વારા બાળ તસ્કરી મુદે ચાલી રહેલ તપાસ મા બે દિવસ પૂર્વે રાઘનપુર નગર પાલિકામાં તેમજ રાઘનપુર ની સાંઈકૃપા હોસ્પિટલ મા તપાસ કરી હતી જેમાં તસ્કરી મા પ્રથમ બાળક વશ નીરવ મોદી નામના બાળક ના ખોટા જન્મ ના પ્રમાણ પત્ર માટે સાંઈકૃપા હોસ્પિટલ મા સમગ્ર હોસ્પિટલ નુ મેનેજમેન્ટ કરતા આ કામના છઠા નંબર ના આરોપી અમરત ચૌઘરી દ્વારા નગર પાલિકામાં આપી જન્મ પ્રમાણ પત્ર કઢાયું હતું જેથી એની અટકાયત કરી બે દિવસ ના રિમાન્ડ મેળવ્યા છે.
આ સમગ્ર ઘટનામાં આજે પાટણ sog પોલીસે દ્વારા પ્રેસ યોજી વધુ માહિતી આપતાં આ ઘટના મા અત્યાર સુધી ની તપાસ મા બીજી જે બાળકી ની તસ્કરી કરવામાં આવી હતી કચ્છ ના આડેસર થી નરેશ રબારી દ્વારા જે દોઢ દિવસ ની બાળકી આપવામાં હતી હતી એ બાળકી ના માતા પિતા ની ઓળખ પોલીસે કરી અને માતા પિતા ના સેમ્પલ મેળવી ડી એન ને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે સાથે સમી ના દાદર ગામની સિમમા આવેલ બનાસ નદીના પટમા તપાસ દરમ્યાન જે fsl દ્વારા મીઠુ અને રેતી ના સેમ્પલ લીધા હતા એ પણ તપાસ માટે મોકલી આપયા છે.
પાટણની નિષ્કા હોસ્પિટલમા જે તસ્કરીમાં બંને બાળકો ની સારવાર કરવામાં આવી હતી એ દિશામાં પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે તો રાઘનપુર ની સાંઈકૃપા હોસ્પિટલ મા સમગ્ર હોસ્પિટલ નુ મેનેજમેન્ટ કરતા અમરત ચૌઘરી અને સુરેશ ઠાકોર બંને રાઘનપુર ના દેવ ગામના વતની અને બંને ખાસ મિત્રો હોવાનું તપાસ મા આવ્યું છે તો આ સાથે સાંઈકૃપા હોસ્પિટલ ના મેનેજમેન્ટ કરતા અમરત ચૌઘરી દ્વારા માત્ર આ એકજ વશ નીરવ મોદી નામના બાળકનું ખોટા જન્મ પ્રમાણ પત્ર માટે ડોક્યુમેન્ટ અપાયા હતા કે પછી તેં દિશામાં છેલ્લા એક વર્ષ ના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે. તો આ સમગ્ર ઘટના મા જે પણ આરોપીઓ ના પુરાવા મળશે તેમની અટકાયત કરી તપાસ કરવામાં આવશે તેમજ સમગ્ર ઘટનામાં બાકી ના આ ગુનામાં અન્ય લોકો ને સાક્ષી તરીકે લેવામાં આવશે ત્યારે હજુ પણ પોલીસ સમગ્ર ઘટના ની ખૂટતી કડિયો મેળવવા તપાસ કરી રહી છે….તો બીજી બાળકીના માતા પિતાની ઓળખ પરેડ થઈ ચુકી છે પરંતુ તપાસમા ખલેલ ન પડે એ માટે તેં છુપાવામાં આવી.
Source link