પાટણની ધારપુર કોલેજમાં રેગિંગની ઘટનાએ ભારે ચકચારી મચાવી છે. ત્યારે રેગિંગ કરનારા 15 વિદ્યાર્થીઓની પોલીસે હાલમાં અટકાયત કરી છે. 15 વિદ્યાર્થીઓના વીડિયો સામે આવ્યા છે. આ 15 સીનિયર વિદ્યાર્થીઓએ મોઢું સંતાડ્યું છે. હાલમાં પોલીસ બંદોબસ્ત સાથે બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા છે.
પરિવારે દીકરો ગુમાવ્યો
ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજમાં રેગિંગ બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે હાલમાં એન્ટી રેગિંગ કમિટીએ વિદ્યાર્થીઓના જવાબો લીધા છે અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે ધારપુર GMERS મેડિકલ કોલેજમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધા તાલુકાના જેસડા ગામના યુવકે આશરે એક મહિના પહેલા જ MBBSમાં એડમિશન મેળવી ઉચ્ચ કારકિર્દીના સપના સેવીને ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ અર્થે આવ્યો હતો અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો. પરંતુ અચાનક યુવક સાથે ઘટના ઘટી કે મજાક બની સજા જ્યાં ભાવિના સફેદ કોટમાં કાળા ટપોરીઓ મોતનું કારણ બન્યા. જેના કારણે પરિવારે દીકરો ગુમાવ્યો અને દીકરા પાછળ જોવામાં આવેલા સપના માત્ર દુઃખ આપતા ગયા.
કોલેજના કોમન રૂમમાં બોલાવી સિનિયરોએ રેગિંગ કર્યું
ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે ગંભીર નોંધ લેવાઈ હતી અને તાત્કાલિક મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટી દ્વારા બેઠક બોલાવી તપાસનો દોર શરૂ કરવમાં આવ્યો હતો. જેમાં કમિટીના સભ્યો દ્વારા એક બાદ હોસ્ટેલમાં રહેતા સિનિયર અને જૂનિયર વિદ્યાર્થીઓને બોલાવી વ્યક્તિના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં ઘટના એવી સામે આવી કે બીજા વર્ષમાં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર વિદ્યાર્થીઓને કોમન રૂમમાં એકઠા થવા મેસજ કર્યો હતો, જેમાં મેસેજ મળતા જુનિયર વિદ્યાર્થીઓ કોમન રૂમમાં એકઠા થાય છે અને થોડી મિનિટો બાદ તેજ કોમન રૂમમાં સિનયર વિદ્યાર્થીઓ આવે છે અને પછી રેગિંગ શરૂ થાય છે.
15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા
જેમાં જુનિયર 12 જેટલા વિદ્યાર્થીઓને એક જગ્યા પર સતત ત્રણ કલાક ઉભા રાખી તેમની પાસે ગીતો ગવડાવી, ડાન્સ કરાવી અને ગાળો બોલો સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માનસિક અને શારીરિક ટોર્ચર કરવામાં આવે છે, જેમાં એક વિદ્યાર્થી તે સમયે ઢળી પડે છે અને તેને સારવાર મળે તે પહેલા જ મોત નીપજે છે. જોકે મોતનું સાચું કારણ પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. જુનિયર વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાનું એન્ટી રેગિંગ કમિટીના ધ્યાને આવતા તાત્કાલિક 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ તેમની વિરોધ બાલીશણા પોલીસ મથકે એડિશનલ ડીન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Source link