PATI PATNI AUR WOH 2 : સારા-આયુષ્માનની ફિલ્મના સેટ પર મારામારી કરનાર આરોપીની ધરપકડ

મળતી માહિતી પ્રમાણે પ્રયાગરાજમાં સારા અલી ખાન અને આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો 2’ ના શૂટિંગ દરમિયાન મારામારી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક સ્થાનિક લોકો અચાનક સેટ પર પહોંચી ગયા હતા અને ક્રૂ મેમ્બર્સ સાથે ઝઘડો કર્યો હતો.
આ હોબાળામાં ફિલ્મના ડિરેક્ટરને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. મામલો વધુ બિચકતા શૂટિંગ અધવચ્ચે જ રોકવું પડ્યું અને સારા અને આયુષ્માનને તાત્કાલિક સેટ છોડીને કારમાં જવું પડ્યું હતું.
નિર્માતા સૌરભ તિવારીએ ફરિયાદ નોંધાવી
તમને જણાવી દઈએ કે ઝપાઝપી બાદ FIR નોંધવામાં આવી હતી. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે હવે આ કેસમાં ધરપકડ કરી છે.
પ્રયાગરાજના એડિશનલ ડેપ્યુટી કમિશનર અભિજીત કુમારે જણાવ્યું કે ફિલ્મના પ્રોડક્શન હેડ ઝોહેબ સોલાપુરવાલા પર કેટલાક સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો,
ત્યારબાદ નિર્માતા સૌરભ તિવારીએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેના પર કાર્યવાહી કરી હતી અને મિરાજ અલી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.