હરિયાણા-પંજાબની શંભૂ બોર્ડર પરથી આંદોલનકારી ખેડૂતો શુક્રવારે દિલ્હી કૂચ માટે રવાના થયા હતા પરંતુ કૂચ શરૂ થયાના લગભગ અઢી કલાકમાં જ તેમણે પીછેહટ કરવી પડી હતી. શંભૂ બોર્ડર પર હરિયાણા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ બાદ કૂચ અટકાવી દેવાઇ હતી.
ખેડૂત અગ્રણી સરવનસિંહ પંઢેરે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે હવે 101 ખેડૂતોનું જૂથ 8 ડિસેમ્બર, રવિવારે બપોરે 12 વાગ્યે દિલ્હી ભણી કૂચ કરશે. અમે વાટાઘાટો માટે તૈયાર છીએ. કાલનો (શનિવાર) દિવસ કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો માટે રખાયો છે. અમે કાલ સુધી રાહ જોઇશું. અમે ઇચ્છીએ છીએ કે વાટાઘાટો થાય. અમે સરકાર સાથે ઘર્ષણ નથી ઇચ્છતા, અમે શાંતિપૂર્ણ રહીશું. આજે 101 ખેડૂતો શંભૂ બોર્ડર પર હરિયાણામાં પ્રવેશવા આગળ વધ્યા ત્યારે હરિયાણા પોલીસે તેમને રોકવા પૂરો પ્રયાસ કર્યો. હરિયાણા પોલીસે આંદોલનકારી ખેડૂતોને વિખેરવા ટીયર ગેસના શેલ છોડયા બાદ ખેડૂતોને પાછા ફરવાની ફરજ પડી હતી. પોલીસની કાર્યવાહીમાં 8 લોકો ઘવાયા છે, જે પૈકી બે લોકોની હાલત ગંભીર છે.
Source link