GUJARAT

Ahmedabadમાં પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

અમદાવાદમાંથી વધુ એક વખત લાંચિયો કર્મચારી ઝડપાયો છે. અમદાવાદમાં પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. લાલ દરવાજાની પેન્શન કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. પેન્શન ચુકવણી કચેરીના નાયબ હિસાબનીશ મહેશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે.

કર્મચારી રૂપિયા 5000ની લાંચ લેતા પ્રહલાદ નગરમાંથી ઝડપાયો

પેન્શન કચેરીના નાયબ હિસાબનીશ 36 વર્ષીય મહેશ દેસાઈની ACBએ ધરપકડ કરી છે. ACBની ટીમે પ્રહલાદનગરમાં 5000 રૂપિયાની લાંચ લેતા કર્મચારીને ઝડપ્યો હતો. ફરિયાદીના દાદાની પેન્શનની બાકી નીકળતી રકમ અપાવવા બાબતે કર્મચારીએ લાંચની માગણી કરી હતી અને આ લાંચની રકમ લેતો જ કર્મચારીને રંગેહાથ પ્રહલાદનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. ACBએ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ગઈકાલે લાંચ કેસમાં મનીષ મોડની ACBએ કરી ધરપકડ

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ લાંચ કેસમાં ACBએ મોટી કાર્યવાહી કરી હતી અને સસ્પેન્ડેડ ફાયર ઓફિસર મનીષ મોડની ધરપકડ કરી હતી. મનીષ મોડે શાળાને ફાયર NOC આપવા માટે લાંચ માગી હતી. શાળા સંચાલકો પાસેથી 65 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જો કે તે પછી 25 હજારની લેવડ દેવડ નક્કી થઈ હતી. ઉલ્લેખનીય છે કે સેશન્સ કોર્ટે મનીષ મોડના આગોતરા જામીન પણ ફગાવ્યા હતા.

સેન્ટ્રલ GSTના બે અધિકારી લાંચ લેતા ઝડપાયા

સેન્ટ્રલ GSTના બે અધિકારી પણ લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 1.25 લાખની લાંચ લેતા બંને અધિકારીને ACBએ ઝડપી લીધા છે. અમદાવાદના સુપરિન્ટેન્ડન્ટ મહંમદ શેખની ધરપકડ કરવામાં આવી છે, સાથે જ ઈન્સ્પેક્ટર કુલદીપ કુશવાહની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય પણ અન્ય એક શખ્સની ACBએ ધરપકડ કરી છે. બંને અધિકારીએ સોનાના વેપારીનું ઓડિટ કરવા બાબતે લાંચ માગી હતી.

સુરતમાં 26 સપ્ટેમ્બરે લાંચ કેસમાં એક PSIની કરાઈ હતી ધરપકડ

જણાવી દઈએ કે 26 સપ્ટેમ્બરે સુરતમાં અઠવા પોલીસ સ્ટેશનના PSIની ધરપકડ કરવામાં આવી હતી. રૂપિયા 3 લાખની લાંચ માગતા ACBએ પકડી પાડ્યા હતા. બનાસકાંઠાના ફરિયાદી પાસે લાંચ માગી હતી. ફરિયાદી પાસે ગુનો ના નોંધવા માટે 3 લાખની માગણી કરી હતી. 1 લાખ રૂપિયા લાંચ લેતા PSI રંગે હાથે ઝડપાયા હતા અને PSI પુરોહિતની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button