Aravalli News: નદીમાં ઝંપલાવી દંપતીનો બાળક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિનું મોત

અરવલ્લીમાંથી આજે બુધવારે પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ આ બનાવની જાણ થતાં ઘટનાસ્થળે સ્થાનિક લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. ત્યારબાદ પોલીસ અને રેસ્કયુ ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
રેસ્ક્યુ ટીમે ત્રણેયને નદીની બહાર કાઢ્યા હતા. જોકે, આ દરમિયાન પતિનું મોત નિપજ્યુ હતું. પત્ની અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન
આ મામલે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ પત્નીનું નિવેદન અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ આધારે કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરશે.
પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
આ મામલે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.