- 19 દેશોએ લિયોન કરતાં વધારે મેડલ જીત્યા છે
- લિયોને ચાર ગોલ્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં જીત્યા હતા
- પેરિસ ગેમ્સમાં કુલ 204 દેશોએ ભાગ લીધો હતો જેમાંથી 91એ ગોલ્ડ જીત્યો હતો
ઓલિમ્પિક ગેમ્સમાં રમતોમાં અથવા તો આંકડાઓમાં શાનદાર પ્રદર્શન જોવા મળે છે. પેરિસ ઓલિમ્પિક પણ તેમાંથી બાકાત નથી. પેરિસ ઓલિમ્પિકમાં એક ખેલાડીએ એટલું બધું શાનદાર પ્રદર્શન કર્યું છે કે જો તેને વિશ્વભરના દેશોના મેડલની યાદી સામે મૂકવામાં આવે તો તેનો નંબર 187 દેશો કરતાં ઉપર આવે તેમ છે.
ફ્રાન્સના સ્ટાર સ્વિમર લિયોન માર્ચન્ડે પેરિસ ગેમ્સમાં ચાર ગોલ્ડ સહિત પાંચ મેડલ્સ જીત્યા છે. આ તેની બીજી ઓલિમ્પિક હતી. લિયોને ચાર ગોલ્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં જીત્યા હતા. તેણે ચાર બાય 100 મિડલે રિલેમાં સિલ્વર જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં માત્ર 19 દેશ એવા છે જેમણે ચાર ગોલ્ડ અને એક સિલ્વર કરતાં વધારે મેડલ્સ જીત્યા છે. જો એશિયન દેશોના પ્રદર્શનને જોઈએ તો માત્ર જાપાન, સાઉથ કોરિયા અને ઉઝબેકિસ્તાને જ લિયોન કરતાં વધારે ગોલ્ડ જીત્યા છે. ભારતે એક પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો નહોતો. પેરિસ ગેમ્સમાં કુલ 204 દેશોએ ભાગ લીધો હતો જેમાંથી 91એ ગોલ્ડ જીત્યો હતો. ભારતની તુલનામાં પાકિસ્તાને આ વખતે એક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Source link