NATIONAL

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલને લઈ ગુડ ન્યૂઝ, જાણો ગુજરાતમાં શું છે ભાવ

દેશભરમાં આજે એટલે કે ગુરવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતમાં ઈંધણની કિંમતો ક્રૂડ ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો તથા દેશના મુખ્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની આજની શું છે કિંમત .

ક્રૂડ ઓઇલના ઘટ્યા ભાવ
અમેરિકાએ 4 વર્ષ બાદ વ્યાજ દરમાં મોટો ઘટાડો કર્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ફરી ગગડી ગયા છે. ક્રૂડ પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $ 73 ના ભાવ પર સ્થિર છે. જોકે, ભારતમાં ક્રૂડના ભાવમાં વધઘટની અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દેખાતી નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. દેશના ચાર મહાનગરોમાં માત્ર ચેન્નાઈમાં જ ઈંધણના ભાવમાં વધારો થયો છે. ત્યારે આવો જાણીએ ગુજરાત સહિતના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો છે.
  • અરુણાચલ પ્રદેશ, ગોવા, કેરળ અને એમપી સહિતના કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ પંજાબ, રાજસ્થાન અને તમિલનાડુ સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો છે. ત્યારે વિવિધ રાજ્યોના મહાનગરોના ભાવ વિશે વાત કરીએ.
  • દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 103.44 અને ડીઝલ રૂ. 89.97 પ્રતિ લીટર
  • ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.85 અને ડીઝલ રૂ. 92.43 પ્રતિ લીટર
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 104.95 અને ડીઝલ રૂ. 91.76 પ્રતિ લીટર
ગુજરાતના મહાનગરોમાં આજે પેટ્રોલ-ડિઝલની કિંમત


શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
અમદાવાદ  94.44  90.11
ભાવનગર  95.78  91.46
જામનગર  94.05  89.72
રાજકોટ  94.22  89.91
સુરત  94.53  90.22
વડોદરા  94.09  89.76


અમદાવાદમાં વધી રહ્યા છે ભાવ ?
  • અમદાવાદમાં 10 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલની કિંમત 94.44 રૂપિયા પ્રતિ લિટર છે.
  • અમદાવાદમાં 12 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલના ભાવમાં 0.06 રૂપિયાનો વધારો થયો છે.
  • અમદાવાદમાં 14 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલના ભાવમાં 0.36 રૂપિયાનો વધારો થયો છે.
  • અમદાવાદમાં 16 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલની કિંમતમાં 0.15 રૂપિયાનો વધારો થયો છે.
  • અમદાવાદમાં 18 સપ્ટેમ્બર 2024ના રોજ પેટ્રોલના ભાવમાં 0.02 રૂપિયાનો વધારો થયો છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button