BUSINESS

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આજની નવી કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જો કે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. તાજેતરના અપડેટ મુજબ આજે એટલે કે 18 ઓક્ટોબર, 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.

કાચા તેલની કિંમત

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 74 ડોલરની ઉપર છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $74.72 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $71.00 પર ટ્રેડ થઈ રહ્યું છે. જો ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ આજે ​​(શુક્રવાર), ઓક્ટોબર 10, 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. જોકે, રાજ્યોમાં નાના ફેરફારો જોવા મળી રહ્યા છે.

દેશના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટર છે
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21 અને ડીઝલ રૂ. 92.15 પ્રતિ લીટર
  • ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લીટર
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 103.94 અને ડીઝલ રૂ. 90.76 પ્રતિ લીટર

ગુજરાતના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ

શહેર  પેટ્રોલ (રૂ.)  ડીઝલ (રૂ.)
અમદાવાદ  94.44  90.11
ભાવનગર  96.31  91.98
જામનગર  94.45  90.12
રાજકોટ  94.19  89.88
સુરત  94.56  90.25
વડોદરા  94.09  89.76

ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો

પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button