આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જોકે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે આજે એટલે કે 20 જાન્યુઆરી 2025ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.
દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
અમદાવાદ | 94.29 (0.20 પૈસાનો ઘટાડો) | 89.95 (0.22 પૈસાનો ઘટાડો) |
ભાવનગર | 95.91 (0.20 પૈસાનો ઘટાડો) | 91.58 (0.20 પૈસાનો ઘટાડો) |
જામનગર | 94.44 (0.60 પૈસાનો ઘટાડો) | 90.11 (0.61 પૈસાનો ઘટાડો) |
રાજકોટ | 94.27 | 89.99 (0.03 પૈસાનો વધારો) |
સુરત | 94.37 (0.23 પૈસાનો ઘટાડો) | 90.06 (0.23 પૈસાનો ઘટાડો) |
વડોદરા | 94.32 (0.13 પૈસાનો ઘટાડો) | 89.82 (0.14 પૈસાનો ઘટાડો) |
દરરોજ સવારે ભાવ બદલાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.
ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે
Source link