એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાના રૂ. 2000ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ. ડી.ની નોંધણી ફરજિયાત કરી છે.
ઓનલાઈન કરાવો નોંધણી
જેમાં ૧૫ ડિસેમ્બર પહેલા બોટાદ જિલ્લાના પી.એમ. કિસાન યોજનાનો લાભ લેતા લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં બોટાદ જિલ્લામાં ૩૬,૦૦૦થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)નો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે તેમ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે.
જાણો શું છે આ યોજના
યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6,000 / – ની આવક સહાય આપવામાં આવશે.
યોજના માટે કુટુંબની વ્યાખ્યા પતિ, પત્ની અને સગીર બાળકો છે.
આ ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
યોજના અંતર્ગત લાયકાત ન ધરાવનાર માટે વિવિધ બાકાત શ્રેણીઓ છે.
Source link