- પીએમ મોદી મહારાષ્ટ્ર અને રાજસ્થાનના પ્રવાસે
- 11 લાખ નવી લખપતિ દીદીનું સન્માન અને પ્રમાણપત્ર
- મહારાષ્ટ્ર વિધાનસભાની આવી રહી છે ચૂંટણી
પોલેન્ડ અને યુક્રેનની વિદેશ યાત્રા પરથી પરત આવીને પીએમ મોદી વિધાનસભાની ચૂંટણીને લઇને એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. આજે તેઓ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ હાલ મહારાષ્ટ્રના જલગાંવ પહોંચી ગયા છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આ મુલાકાતને ચૂંટણીલક્ષી નજરે જોવામાં આવી રહી છે.
યુરોપમાં મહારાષ્ટ્રના દર્શન થયા- પીએમ મોદી
પીએમ મોદીએ લખપતિ દીદી સંમેલનને લઇને કહ્યું કે લાખો સખીમંડળો માટે 6 હજારથી વધારે કરોડની રકમ જાહેર કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે વિદેશ પ્રવાસેથી આવ્યો છું. હું પોલેન્ડ ગયો હતો ત્યા મને મહારાષ્ટ્રના દર્શન થયા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જ્યારે આજે આપણો દેશ વિકસિત થવા મહેનત કરી રહ્યો છે તો ફરીથી માતૃશક્તિ આગળ આવી રહી છે. હું મારી સામે જોઇ રહ્યો છું કે મહારાષ્ટ્રની બહેનો સારુ કામ કરી રહી છે.
બે મહિનામાં 11 લાખ નવી લખપતિ દીદી બની- પીએમ મોદી
PM મોદીએ કહ્યું કે બે મહિનામાં 11 લાખ નવી લખપતિ દીદી બની ગઇ. એક બહેન પણ લખપતિ દીદી બને એટલે આખા પરિવારનું ભાગ્ય બદલાઇ રહ્યુ છે. લખપતિ દીદી સાથે કરેલા સંવાદ અંગે ચર્ચા કરતા કહ્યુું કે કેટલાક લોકો તો 2 લાખ અને 8 લાખ રૂપિયા સુધી કમાણી કરે છે. ભારત દુનિયાની ત્રીજી આર્થિક તાકાત બનવા જઇ રહી છે. તેમાં આપણી બહેન દીકરીઓની ભૂમિકા બહુ મોટી છે. દેશની કરોડો બહેનો નામ પર પ્રોપર્ટી હોતી ન હતી. તેમને બેંક લોન મળતી ન હતી. બહેન નાનુ મોટુ કામ કરવા માગે તો કરી શકતી નથી. તેથી જ તમારા ભાઇ, પુત્રએ એક સંકલ્પ લીધો. મે નક્કી કર્યુ કંઇ પણ થઇ જાય, મારા દેશની બહેન દીકરીઓની દરેક મુશ્કેલીને ઓછી કરીને જ ઝંપીશ. મોદી સરકારે એકબાદ એક મહિલા હિતમાં નિર્ણય લીધા..
વિપક્ષને કર્યો પ્રહાર
હું આજે પહેલાની સરકારોને પડકાર ફેંકુ છુ કે એક ત્રાજવામાં 7 દશક અને બીજા ત્રાજવામાં મોદી સરકારના 10 વર્ષ. કેટલુ કામ મોદી સરકારે દેશે બહેનો દીકરીઓ માટે કર્યુ તે આઝાદી પછી કોઇ સરકારે કર્યુ નથી.
નેપાળ દુર્ઘટનાને લઇને દુઃખ કર્યુ વ્યક્ત
કાર્યક્રમમાં પીએમ મોદીએ લખપતિ દીદીઓને પ્રમાણ પત્ર આપ્યું. તેમણે આ પ્રસંગે સંબોધન કરતા પહેલા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને લઇને શુભકામના પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે અહીં મોટી સંખ્યામાં આટલી માતા બહેનોને જોઇને ખુશ થયો. તેમણે નેપાળ નદીમાં બસ ખાબકવાની ઘટનાને લઇને પીએમ મોદીએ પીડીત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. વધુમાં જણાવ્યું કે વાયુસેનાની મદદથી મૃતદેહોને લાવવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મદદ મળશે તેવુ આશ્વાન આપ્યું હતુ.