વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્રના વાશિમમાં જગદંબા માતા મંદિરમાં PM મોદીએ કરી પૂજા-અર્ચના કરી છે. PM મોદી આજે મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રને 56000 કરોડ રૂપિયાની ભેટ પણ આપશે.
મળતી માહિતી મુજબ, નવરાત્રિ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિની આરાધના કરી છે. મહારાષ્ટ્રના વાશિમમાં PM મોદીએ જગદંબા માતા મંદિરમાં પૂજા-અર્ચના કરીને મા જગદંબાની આરતી ઉતારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદંબા માતા મંદિરમાં પરંપરાગત ડ્રમ પર હાથ અજમાવ્યો હતો. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ મહારાષ્ટ્રને 56000 કરોડ રૂપિયાની ભેટ આપશે. આ દરમિયાન તેઓ ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનના ઉદ્ઘાટન સહિત અનેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. PM મોદી મુંબઈ મેટ્રો લાઈન-3ના BKC થી આરે JVLR સેક્શનનું ઉદ્ઘાટન કરશે.
બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન
પીએમ મોદી વાશિમમાં લગભગ 23,300 કરોડ રૂપિયાના કૃષિ અને પશુપાલન સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પછી તેઓ બંજારા સમુદાયના પોહરા દેવી મંદિર, સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે.
કિસાન સન્માન નિધિ જારી કરશે
PM મોદી મહારાષ્ટ્રના વાશિમથી પીએમ-કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો પણ રિલીઝ કરશે. 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા જશે. આ સાથે, PM-કિસાન હેઠળ ખેડૂતોને જાહેર કરવામાં આવેલી કુલ રકમ અંદાજે 3.45 લાખ કરોડ રૂપિયા થશે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજનાનો 5મો હપ્તો પણ બહાર પાડશે.
આ પ્રોજેક્ટ્સ ઉપરાંત, તેઓ મુખ્ય મંત્રી સૌર કૃષિ વાહિની યોજના 2.0, પશુઓ માટે યુનિફાઇડ જીનોમિક ચિપ અને સ્વદેશી લિંગ-સૉર્ટેડ વીર્ય તકનીકનું પણ ઉદ્ઘાટન કરશે. વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર માટે પણ આ પ્રોજેક્ટ્સ ખૂબ મહત્વના છે.
Source link