NATIONAL

PM મોદીનો જન્મદિવસ આ વખતે ખાસ રહેશે, આ ત્રણ શહેરની મુલાકાત કરશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભાજપ સમગ્ર દેશમાં મોટા પાયે ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે. PM મોદી 17 સપ્ટેમ્બરે 74 વર્ષના થશે. તેમજ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસ પર દેશના 3 શહેરોની મુલાકાત લેશે. જાણવા મળી રહ્યું છે કે, PM મોદી જન્મદિવસના દિવસે સવારે બનારસ, પછી ભુવનેશ્વર અને પછી સાંજે નાગપુરની મુલાકાત જશે.

ભુવનેશ્વરથી સુભદ્રા યોજના શરૂ કરશે

ભુવનેશ્વરમાં PM પીએમ સુભદ્રા યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ 21 થી 60 વર્ષની વયની લગભગ એક કરોડ મહિલાઓને 5 વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દરેક મહિલાને કુલ 50,000 રૂપિયા મળશે. દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર 10,000 રૂપિયાની રકમ બે હપ્તામાં આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી લગભગ 1 લાખ મહિલાઓની ભીડ વચ્ચે સુભદ્રા યોજના શરૂ કરશે. ઓડિશામાં વિજય બાદ ભાજપ સરકાર સુભદ્રા યોજના દ્વારા સમાજની ગરીબ મહિલાઓના સશક્તિકરણ માટે આર્થિક મદદ કરી રહી છે.

પેરાલિમ્પિક રમતવીરોનું સન્માન કરાશે

ભાજપે 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબર સુધી પીએમ મોદીના જન્મદિવસને “સેવા પખવાડા” તરીકે ઉજવવાની યોજના બનાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અરુણ સિંહે આ અંગે સંગઠનના તમામ જવાબદાર અધિકારીઓને પત્ર લખ્યો છે. આ દરમિયાન પેરાલિમ્પિક ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. શાળાઓ અને હોસ્પિટલોમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. PM મોદીના વ્યક્તિત્વ અને સિદ્ધિઓ પર 15 દિવસનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવશે અને સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button