- પોલીસ કોન્સ્ટેબલે પોલીસ લાઈનના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાધો
- પરિવાર વતનથી પાછો ફરતા ઘટનાની જાણ થઈ
- દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કરતાં મૃતદેહ મળ્યો
સુરતમાં વધુ એક વખત આત્મહત્યાની ઘટના સામે આવી છે. સુરતના કામરેજના ઘલુડી વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. કામરેજ ઘલુડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જ પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. પોલીસ જવાને ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ છે.
કોન્સ્ટેબલનો પરિવાર છેલ્લા 3 દિવસથી પોતાના વતનમાં ગયો હતો
હેડ કોન્સ્ટેબલ સુધીર બાજીરાવ પાટીલે આત્મહત્યા પોતાનું જીવન ટુંકાવી લીધુ છે. હેડ કોન્સ્ટેબલ સુધીર બાજીરાવ પાટીલ આર્મર તરીકે હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે તેમનો પરિવાર છેલ્લા 3 દિવસથી પોતાના વતનમાં ગયો હતો અને આજે સવારે પરિવાર પરત ફરતા ક્વાર્ટરનો દરવાજો અંદરથી ખોલવામાં નહીં આવતા આખરે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મૃતકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી.
કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી
ત્યારે આ ઘટના અંગેની જાણ કામરેજ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને વધઉ તપાસ હાથ ધરી છે. ત્યારે હજુ સુધી પોલીસ કોન્સ્ટેબલના જીવન ટુંકાવવા પાછળનું કારણ અકબંધ છે.
થોડા દિવસ પહેલા ભરૂચમાં પણ પોલીસ કર્મચારીએ ગળે ફાંસો ખાઈ કર્યો હતો આપઘાત
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ભરૂચમાં ભરૂચમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાના સમાચાર મળ્યા બાદ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. અશોકભાઈ કાનાભાઈ આહિર નામના જમાદારે આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કર્યુ હતું અને કયા કારણોસર જમાદારે આત્મહત્યા કરી તેનું કારણ પણ સામે આવ્યું નથી.
અમદાવાદમાં પણ ફરજ બજાવતા પોલીસ કર્મીએ રિવરફ્રન્ટમાં કૂદીને આપઘાત કર્યો હતો
થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં પણ પોલીસકર્મીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. કિરણસિંહ અમરસિંહ નામના પોલીસકર્મીએ આપઘાત કર્યો હતો. પોલીસકર્મીએ રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. પોલીસકર્મીના આઈકાર્ડ દ્વારા તેની ઓળખ કરવામાં આવી હતી. પોલીસકર્મીએ કયા કારણોસર આપઘાત કર્યો હતો, તે હજુ સામે આવ્યું નથી.
Source link