રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસના મધ્યપ્રદેશના પ્રવાસે, પોલીસે ઈન્દોરમાં લગાવ્યો આ પ્રતિબંધ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી મધ્યપ્રદેશની બે દિવસીય મુલાકાત દરમિયાન ઈન્દોરના કેટલાક વિસ્તારોમાં ડ્રોન, પેરાગ્લાઈડર્સ અને હોટ એર બલૂન્સની ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
આ પ્રતિબંધ 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે અને તેનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે કોમર્શિયલ ફ્લાઈટને આમાંથી મુક્તિ આપવામાં આવી છે. પોલીસ તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ, એમજી રોડ, રેસિડેન્સી કોઠી અને ભંવરકુઆન ઈન્ટરસેક્શનની 3 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન, પેરાગ્લાઈડર, હોટ એર બલૂન અને અન્ય વસ્તુઓ ઉડાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
19 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લેશે
વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુ 18 સપ્ટેમ્બરે ઈન્દોર પહોંચશે અને રાજ્ય સરકારના ‘મૃગનયાની એમ્પોરિયમ’ ખાતે પારંપરિક બુનકરો સાથે ચર્ચા કરશે, ત્યારબાદ 19 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લેશે અને દેવી અહિલ્યા યુનિવર્સિટી, ઈન્દોરના ડાયમંડ જ્યુબિલી કોન્વોકેશનમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ કે 1964માં સ્થપાયેલી આ યુનિવર્સિટી આ વર્ષે 60 વર્ષ પૂર્ણ કરી રહી છે. જેની ઉજવણીમાં સામેલ થવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્યાં પહોંચી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉજ્જૈન-ઈન્દોર સિક્સ લેન રોડનું ભૂમિપૂજન કરશે
મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 18 અને 19 સપ્ટેમ્બરે ઉજ્જૈન અને ઈન્દોરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉજ્જૈન-ઈન્દોર સિક્સ લેન રોડનું ભૂમિપૂજન કરવાની સાથે દેવી અહિલ્યા યુનિવર્સિટી ઈન્દોરના કાર્યક્રમમાં હાજરી આપશે.
Source link