મારું ગુજરાત
Gandhinagar : સાબરમતી નદીના કિનારે 700થી વધુ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું

ગાંધીનગર જિલ્લામાં સાબરમતી નદીકાંઠે આજે (18 સપ્ટેમ્બર) તંત્ર દ્વારા વિશાળ ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશન હેઠળ 700થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ અભિયાનમાં 500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
બુલડોઝર અને JCB મશીનો ચલાવવામાં આવ્યા
માહિતી મુજબ પેથાપુર, ચરેડી અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ઉભેલા કાચા અને પાકા મકાનો, તેમજ અન્ય બાંધકામો પર બુલડોઝર અને JCB મશીનો ચલાવવામાં આવ્યા છે.
વહીવટીતંત્રે અગાઉ આ દબાણકારોને નોટિસ આપી સરકારી જમીન ખાલી કરવાની સૂચના આપી હતી. જોકે, નોટિસની અવધિ પૂરી થયા છતાં દબાણ ખાલી ન થતાં અંતે તંત્રએ કડક પગલાં લઈને દબાણોને જમીનદોસ્ત કર્યા.