GUJARAT

Surendranagar બંધ મકાનમાંથી વાસણોની ચોરી કરનારા તસ્કરને પોલીસ દબોચ્યો

સુરેન્દ્રનગર એક બંધ મકાનમાંથી તાંબા-પીત્તળના તથા જર્મન ધાતુના વાસણોની ચોરી કરનાર તસ્કરને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે રીવરફ્રન્ટ રોડ પરથી ઝડપી લીધો છે.

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પરની નવરંગ સોસાયટીમાં ધર્મેશ નવનીતલાલ ટીકરિયા રહે છે. તેમની રાણા ચેમ્બર્સમાં સર્વીસ પોઈન્ટ નામની મોબાઈલની દુકાન આવેલી છે. તેઓનું બીજુ મકાન સુરેન્દ્રનગરના વિઠ્ઠલપ્રેસ શેરી નં. 1માં આવેલુ છે. આ મકાન છેલ્લા 6-7 માસથી બંધ હાલતમાં છે. અને ધર્મેશભાઈ થોડા-થોડા દિવસે જુના ઘરે આંટો મારવા જાય છે. છેલ્લે તારીખ 4-10ના રોજ તેઓ અંબીકા નીવાસમાં ગયા હતા. અને ઘરને વ્યવસ્થીત લોક કર્યુ હતુ. બાદમાં તા. 13-10ના રોજ તેઓ જતા ઘરનો મેઈન દરવાજાનું તાળુ ખોલ્યુ હતુ. અને ઘરમાં જઈને ઉપરના માળે જતા ગેલેરીનો દરવાજો તુટેલો હતો અને ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી. ધર્મેશભાઈએ આ અંગે તપાસ કરતા ઘરમાંથી તસ્કરો માટલા, ઘડા, બોઘેણા, પવાલી, ટીફીન, થાળી, તપેલુ, ડબ્બા, લોટા, બાઉલ, સાણસી, ફુલદાની, ગ્લાસ, ચમચો સહિત 89 કિલો વજનના તાંબા-પીત્તળ અને જર્મન ધાતુના વાસણો ચોરી કરી લઈ ગયા હતા. આથી રૂપિયા 40,050ના મુદ્દામાલની ચોરી થયાની તેઓએ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ પીઆઈ આર.એમ.સંગાડાના માર્ગદર્શનથી એસ.આર.ઘોરી, મુકેશભાઈ, અજયવીરસીંહ, મહાવીરસીંહ સહિતનાઓએ તપાસ હાથ ધરતા આ ચોરી કરનાર શખ્સ રીવરફ્રન્ટ રોડ પર ભોગાવા રેલવેના પુલના પીલર પાછળ ચોરીનો મુદ્દામાલ સંતાડતો હોવાની વિગતો મળી હતી. આથી પોલીસે વોચ રાખી તસ્કર લીંબડીના ગ્રીનલેન્ડ સર્કલ પાસે રહેતા વિજયભાઈ કાળુભાઈ ચેખલીયાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરેલ વાસણનો રૂપિયા 40,050નો મુદ્દામાલ પણ રીકવર કરાયો હતો.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button