GUJARAT

Surat: ગેસ્ટહાઉસમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, સંચાલક સહિત ગ્રાહકની ધરપકડ

સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી 4 ગેસ્ટહાઉસમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સાથે જ વરાછામાં એક સ્પામાં ચાલતા કૂટણખાના અંગે પણ જાણકારી બહાર આવી છે. વર્ષોથી ગેસ્ટહાઉસની આડમાં ગોરખધંધા ચલાવતા ઉંદય, પારસ, વિજય, સહયોગ ગેસ્ટહાઉસના માલિકો, સંચાલક, ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. વરાછામાં સ્પામાં ચાલતા કૂટણખાનાના સંચાલકની ધરપકડ કરી હતી. આ પાંચ જગ્યાએથી પોલીસને 13 મહિલા પણ મળી આવી હતી.

પોલીસે ગેસ્ટહાઉસમાં દરોડા પાડ્યા

શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ અને ગેસ્ટહાઉસમાં કુટણખાના ધમધમી રહ્યા હોવાની અનેક ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-હ્યુમન ટ્રાફિક યુનિટે આ દિશામાં તપાસ હાથ ધરી હતી, જે અંતર્ગત લંબે હનુમાન ગરનાળા પાસે આવેલા સહયોગ ગેસ્ટહાઉસ, ઉદય ગેસ્ટહાઉસ વિજય રેસ્ટહાઉસ અને પારસ ગેસ્ટહાઉસમાં આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે લંબે હનુમાન ગરનાળા પારી સહયોગ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા હતા. અહીં એક રૂમમાં એક પુરુષ અને મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. રૂમમાં તલાશી લેતા 1 મોબાઈલ, રોકડા રૂપિયા 3800 મળી કુલ રૂપિયા 6800નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

ગેસ્ટહાઉસનો માલિક સેક્સરેકેટ ચલાવતો હતો, ગેસ્ટહાઉસનો માલિક જહીર મોહંમદ કરીમ મલેક પોતાના ગેસ્ટહાઉસમાં સંચાલક તરીકે અશરફ ઈકબાલ મલેકને રાખી સેક્સરેકેટ ચલાવતો હતો, પોલીસે સંચાલક અશરફ ઇકબાલ મલેક અને ગ્રાહક સૂરજ મહેશ રામ (રહે. હરિનગર, એથી માર્કેટ, ઉપનાની અટક કરી ગેસ્ટ હાઉસના માલિક જાહીર મલેક રહે રામપુરાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે મહિધરપુરા પોલીસમાં ઈમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ અન્વયે ગુનો નોંધાવામાં આવ્યો હતો.

નજીકના બીજા ગેસ્ટહાઉસમાં પણ દેહવેપારનો ગોરખધંધો ચાલતો હતો

આ ઉપરાંત એએચટીયુ લંબે હનુમાન ગરનાળા પાસે આવેલા વિજય અને પારસ ગેસ્ટહાઉસમાં પણ દરોડા પાડયા હતા. આ બંને ગેસ્ટહાઉસ આજુબાજુમાં જ આવેલા છે અને બંનેમાં અવરજવરનો દાદર અને દરવાજો પણ કોમન છે. કૌશિક મોદી અને રાકેશ મોદી સંયુક્તપણે બંને ગેસ્ટહાઉસના માલિકો છે. દલાલો મારફતે છ ભારતીય મૂળની મહિલાઓને રાખી અહીં દેહવેપાર કરાવતા હતા. બંને ગેસ્ટહાઉસમાંથી 2 મોબાઈલ, રોકડા રૂપિયા 11,400 મળી કુલ 41,400નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

ગેસ્ટહાઉસના માલિકો અને દલાલોની ધરપકડ કરી

આ મામલે મહિધરપુરા પોલીસમાં ગુનો નોંધાવી પારસ ગેસ્ટહાઉસના માલિક કૌશિક ધનસુખ મોદી (રહે. શાંતિનગર સોસાયટી, પ્રાઈમ આર્કેડ પાસે, આનંદ મહલ રોડ, અડાજણ) અને ગ્રાહક શાદાબ જલીલ અન્સારી (ઉં.વ. 20, રહે. ભાગળ- મૂળ યુપી)ની ધરપકડ કરી હતી. પોલીસે વિજય ગેસ્ટહાઉસના માલિક રાકેશ ચંપક મોદી (રહે. પાલનપોર) અને 3 દલાલો સલીમ મલીક (રહે. કોસાડ), સઈદને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બે દલાલને વોન્ટેડ જાહેર કરાયા

સાથોસાથ પોલીસે અહીંના ઉદય ગેસ્ટહાઉસમાં પણ દરોડા પાડયા હતા. જ્યાંથી પણ ચાર મહિલા મળી આવી હતી. પોલીસે મોબાઈલ, રોકડ મળી 32,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. ગેસ્ટહાઉસના માલિક કમલેશ ચંપક તમાકુવાલા (ઉ.વ. 55, રહે. વર્ધવિનાયક હાઇટ્સ, પાલ), ગ્રાહક વિરેન્દ્ર હરીનાથ યાદવ (રહે. વાલ્મીકિ આવાસ, ભેસ્તાન)ની ધરપકડ કરી હતી. દલાલો આસિફ અને સદ્દામને વોન્ટેડ જાહેર કરાયા હતા.

પોલીસે ડમી ગ્રાહક મોકલી દેહવિક્રયનો ભાંડો ફોડી નાખ્યો

વરાછા પોલીસને બાતમી મળી હતી કે, લાભેશ્વર ભુવન ત્રણ રસ્તાથી આગળ રામદેવ શોરૂમ પાછળ લક્ષ્મી એન્જિનિયરિંગના ઉપર પહેલાં માળે સ્પાની આડમાં સેક્સરેકેટ ચાલી રહ્યું છે. જેથી પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલી દેહવિક્રયનો ભાંડો ફોડી નાખ્યો હતો. નામચીન રામચંદ્ર સ્વાઇ અને દીપક ડે અહીં ભાવેશ પટેલ પાસેથી મકાન ભાડે રાખી ગોરખધંધા કરતા હતા. પોલીસે અહીંથી 2 મોબાઇલ, રોકડ રકમ મળી કુલ 10,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. 2 મહિલા પણ પોલીસને મળી આવી હતી. સ્પાનો મેનેજર બુધિયા ભોબાની ગૌડા (ઉ.વ. 34, મૂળ ગંજામ, ઓરિસ્સા) અને ગ્રાહક રાજુ ઉર્ફે રાહુલ શિવરાજ રાવત (ઉ.વ. 25, રહે. કૃષ્ણકુંજ સોસાયટી, ગોડાદરા- મૂળ યુપી)ની ધરપકડ કરી હતી. રામચંદ્ર સ્વાઇ, દીપક ડે અને ભાવેશ પટેલને વોન્ટેડ જાહેર કરાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button