GUJARAT

Bayad: જુગારધામ પર પોલીસ ત્રાટકી : 12 પત્તાપ્રેમીઓને દબોચ્યા

અરવલ્લી એલસીબીએ શનિવારે મોડી સાંજે બાયડમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડી 12 શખ્સોને જુગાર રમતાં રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી પોલીસે રૂ.85 હજાર રોકડા અને 12 મોબાઇલ ફોન મળીને કુલ રૂ.2.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોડી રાત્રે આરોપીઓને મોડાસા એલસીબી કચેરીએ લઇ જવાયા હતા.

એલસીબીના સ્ટાફે શનિવારે એસટી ડેપો સામે આવેલા કોમ્પ્લેક્સમાં રેઇડ કરતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયાં હતાં. એલસીબીના સ્ટાફના માણસો શનિવારે બાયડ શહેરમાં સરકારી વાહનો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોઇલા રોડ તરફ જતાં બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે શહેર વિસ્તારમાં હાઇવે પર એસટી ડેપોની સામે આવેલા શ્રી હરી કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલી રોકસ્ટાર લખેલી દુકાન નં.214માં કેટલાક ઇસમો તીનપત્તી ગંજીપાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડે છે. આ બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ રેઇડ કરવા માટે બાયડ નાયબ પોલીસ અધિક્ષક પાસેથી જુગારધારા કલમ 6 મુજબનું વોરન્ટ મેળવ્યું હતું. ત્યાર બાદ શનિવારે લગભગ બપોર પછીના સુમારે એલસીબીના સ્ટાફના દસ કર્મચારીઓને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. સરકારી વાહનો સાથે પોલીસે રેઇડ કરતાં ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયાં હતાં. એલસીબીનો સ્ટાફ શ્રી હરિ કોમ્પ્લેક્સના પ્રથમ માળે સીડી ચઢી રોકસ્ટાર લખેલી દુકાન નં.214માં ત્રાટક્યો હતો. દુકાનના કાચના દરવાજાને ધક્કો મારી ખોલતાં અંદર બાર શખ્સો ભોંયતળીયે ચાદર ઉપર કુંડાળુ વળીને બેઠેલા હતા. તમામ શખ્સો ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા હતા. એલસીબીના સ્ટાફે તમામને કોર્ડન કરી લીધા હતા. સ્થળ પર ગંજીપાના અને રોકડ પડેલી હતી. જુગાર રમતા શખ્સો પાસેથી રૂ.85080 રોકડા, રૂ. 1.60 લાખની કિંમતના 12 મોબાઇલ ફોન અને રૂ.40ની કિંમતની ગંજીપાનાની કેટ નંગ-2 મળી કુલ રૂ. 2,45,060નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીએ કાફલા સાથે રેઇડ કરતાં કોમ્પ્લેક્સ આગળ લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડયાં હતાં. સ્થળ પર જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી તમામ આરોપીઓને મોડાસા એલસીબી કચેરીએ લઇ જવાયા હતા. બારેય આરોપીઓ સામે બાયડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કયા કયા આરોપીઓ પકડાયા ?

ઝડપાયેલા આરોપીઓમાં સાકીરહુસેન વલુખાન પઠાણ(ઉ.વ.35, રહે. સુકાબજાર, મોડાસા, મૂળ રહે. કસ્બા વિસ્તાર, બાયડ), વિશાલ કમલેશભાઇ સોલંકી( ઉ.વ. 22, રહે. વાલાની મુવાડી, તા. બાયડ), અજય ચિમનભાઇ પરમાર (ઉ.વ. 28, રહે. બાયડ ગામ, બાયડ), નદીમખાન બલોચ (ઉ.વ.30, રહે. બાયડ), સમીરહુસેન તાલીબહુસેન શેખ (ઉ.વ.29, રહે. 71- દરીયાઇ સોસાયટી, મોડાસા), અસ્લમ હુસેનભાઇ મુલતાની(ઉ.વ. 35, રહે. રાણાસૈયદ, મોડાસા), વિપુલ નટુભાઇ સોલંકી(રહે. બગીચા પાછળ, ધનસુરા), નૈનેષ બાબુભાઇ પરમાર(ઉ.વ.25, રહે. બાયડ પોલીસ સ્ટેશનની સામે, બાયડ), વિજય રમણલાલ પટેલ(ઉ.વ.51, રહે. બાયડ ગામ, બાયડ), રમેશ બાબુભાઇ સલાટ(ઉ.વ.35, રહે. બાયડ ભુખેલ રોડ, બાયડ), ભુપેન્દ્ર હરીભાઇ પટેલ(ઉ.વ.44, રહે. ચોઇલા, હાઇસ્કૂલની પાછળ, તા. બાયડ), મોહીનમીયાં અનવરહુસૈન મીર્ઝા(ઉ.વ.35, રહે. સારસ્વત હાઇસ્કૂલની પાછળ, બાયડ)નો સમાવેશ થાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button