વડોદરામાં 31 ડિસેમ્બરને લઇને પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. RC બુક, લાયસન્સ ન હોવાથી 58 વાહન કબજે કરવામાં આવી છે. પોલીસે 54 ટુ વ્હીલર, 4 ફોર વ્હીલર પોલીસે કબજે કર્યા છે. 8 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ કરાયા છે.
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઇ વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા કામગીરી સઘન બનાવવાના ભાગરૂપે આજરોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા બુલેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં રોડ રોમિયો જેવાઓ દ્વારા સાઇલેન્સરોનો ઘોંઘાટ ઉભો કરી રૂઆબ જમાવતા તત્વો સામે પગલાં ભરવાનો આરંભ તંત્ર દ્વારા કરાયો છે. આવા રોમિયો સામે પાદરા પોલીસે આજે લાલ આંખ કરી હતી.
વડોદરામાં 31 ડિસેમ્બરને લઇને પોલીસ ડ્રાઇવ
- પોલીસની ડ્રાઇવમાં 58 વાહન કબજે
- 54 ટુ વ્હીલર, 4 ફોર વ્હીલર કબજે
- RC બુક, લાયસન્સ ન હોવાથી કરાયા કબજે
- 8 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસ કરાયા
ગુજરાતમાં 31 ડિસેમ્બરને લઈને રાજ્ય સરકાર ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. જેમા ગૃહવિભાગ દ્વારા રાજ્યભરના જિલ્લા પોલીસ વડાઓને આગામી ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખીને દારૂ તથા નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી અને સેવનને રોકવા માટે સઘન અભિયાન ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે.
Source link