શહેરના અલગ અલગ વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડી રહેલા 500 વાહનોને ક્રાઈમ બ્રાંચની ટીમે જપ્ત કર્યા છે. આ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં વાહન ચોરીની 16 ફરિયાદ તથા 50 ઈ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવતા ક્રાઈમ બ્રાંચ દ્વારા વાહન માલિકોની ખરાઈ કરીને તેમના વાહન પરત આપશે.
જ્યારે વર્ષ 2015 પહેલા વાહનો માટે પોલીસે જુદી-જુદી આરટીઓમાં રિપોર્ટ કરીને વાહનના ચેસિસ નંબરના આધારે માલિકનો નંબર અને એડ્રેસ મેળવીને આગળની કાર્યવાહી કરશે. શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા બિનવારસી હાલતમાં પડી રહેલા વાહનોને કબ્જે કરવાની ડ્રાઈવ દરમ્યાન જુદી જુદી જગ્યાઓ પરથી કુલ 500 જેટલા બિનવારસી વાહનો કબ્જે કર્યા છે. જેમાંથી અત્યાર સુધી ક્રાઈમ બ્રાંચની ટીમે કુલ 150 વાહનોની ખરાઈ કરતા અન્ય જિલ્લાઓમાંથી કુલ 16 વાહનો ચોરી થયાની ફરિયાદ તથા 50 જેટલા વાહનોની ઈ ફરિયાદ ધ્યાનમાં આવી હતી. જ્યારે બીજી વાહનોની માહિતી આરટીઓ કચેરી ખાતેથી મેળવવાનું શરૂ કરી દેવાયું છે. ચોરીના મળી આવેલા વાહનોના માલિકોની ખરાઈ કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ વાહન માલિકને તેમનું વાહન સોંપવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.
Source link