સુરતમાં અસમાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો છે.લીંબાયતમાં આતંક મચાવનારનું પોલીસે સરઘસ કાઢીને જાહેરમાં માફી મંગાવી છે.થોડાક દિવસ અગાઉ લીંબાયતમાં આ ઘટના બની હતી જેમાં સલમાન લસ્સી ગેંગનો આંતક સામે આવ્યો છે,સમગ્ર ઘટનામાં કોઈ વ્યકિતને માર મારવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા જેમાં પોલીસે નોંધ્યો હતો ગુનો.
જાહેરમાં ભણાવ્યો કાયદાનો પાઠ
સુરતના લીંબાયત શહેરમાં થોડાક દિવસ અગાઉ માર મારવાના કેસમાં લસ્સી ગેંગના સભ્યો સામે ગુનો નોંધાયો હતો,માર મારીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે આરોપીઓને ઝડપીને જાહેરમાં સરઘસ કાઢયું છે.ત્યારે વિસ્તારમાં ફેરવીને લોકોની માફી પોલીસે આરોપી પાસે મંગાવી હતી,આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને લૂંટ અને મારામારીના કેસમાં અનેક ગુનાઓ નોંધાયા છે,ત્યારે પોલીસની આ કામગીરીથી અન્ય આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
એક મહિના અગાઉ પણ પોલીસે કાઢયું હતુ સરઘસ
અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ ધમાલ મચાવી હતી જેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો,લીંબાયત પોલીસ જાણે મોટી કામગીરી કરી હોય તેમ આરોપીઓનું સરઘસ કાઢયુ હતુ,અને આરોપીઓએ જાહેરમાં લોકોની માફી પણ માંગી હતી.આરોપીઓએ જે જગ્યા પર ધમાલ મચાવી હતી તે જ જગ્યા પર સરઘસ કાઢતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી હતી.લીંબાયતમાં બે દિવસે એક વિડીયો વાયરલ થયા હતા.પોલીસને ચેલેન્જ આપતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા.
પોલીસની કામગીરીથી લોકો થયા ખુશ
આ લસ્સી ગેંગના આતંકની વાત કરવામાં આવે તો તેઓ નાના વેપારીઓ પાસેથી પણ રૂપિયા લઈ લેતા હતા અને તેમને ધમકાવતા હતા ત્યારે સમગ્ર ઘટનામાં વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી અને પોલીસની કામગીરી વખાણી હતી,ત્યારે પોલીસ સમય પ્રમાણે આવા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરે અને તેમની પાસા હેઠળ કાર્યવાહી કરે તે જરૂરી છે.
Source link