સોશિયલ મીડિયામાં લાઈકસના ચક્કરમાં લોકો હથિયાર સાથેના ફોટા મુકી રહ્યા છે. ત્યારે હથિયારનો પરવાનો ન હોવા છતાં આવા ફોટા મુકનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં થાનના સોનગઢના યુવાન સામે ફરિયાદ નોંધાઈ છે.
જિલ્લામાં લોકો હશિયાર સાથેના ફોટા પડાવી સોશીયલ મીડિયામાં અપલોડ કરે છે. ત્યારે પોલીસ પણ સોશીયલ મીડીયામાં આવી ગેરકાયદે પ્રવૃતી સામે વોચ રાખી રહી છે. જેમાં થાન પીઆઈ વી.કે.ખાંટની સુચનાથી સ્ટાફે આવા હથીયાર સાથેના ફોટા મુકનાર સામે તપાસ હાથ ધરી હતી. જેમાં થાન પોલીસના એમ.એમ. કલોતરા, આર.જી.બારૈયા સહિતનાઓને સોનગઢ ગામે રહેતા શિવરાજ વિસુભાઈ કરપડાએ ફેસબુકમાં આવી પોસ્ટ મુકી હોવાનું સામે આવ્યુ હતુ. આથી શીવરાજ કરપડાને બોલાવી પુછપરછ કરતા આ પોસ્ટ તેણે 7 વર્ષ પહેલા મુકી હતી. જેમાં બંદુક તેના મામા અનકભાઈ ટપુભાઈ જળુની પાક રક્ષણના પરવાનાવાળી હોવાનું સામે આવ્યુ હતુ. આ ઉપરાંત હાલ અનકભાઈ મરણ પામ્યા હોઈ અને હથિયાર થાન પોલીસ મથકે જમા હોવાનું પણ તેણે જણાવ્યુ હતુ. આથી પોલીસે શિવરાજ કાઠીની ધરપકડ કરી તેની સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source link