BUSINESS

1 ઓક્ટોબરથી બદલાશે PPFના નિયમો, થવા જઈ રહ્યા છે આ 3 ફેરફાર

  • પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે સમાચાર
  • સરકાર બચત યોજનાઓ સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે
  • નાણા મંત્રાલય દ્વારા નાની બચત ખાતાઓ અંગે માર્ગદર્શિકા જારી કરાઈ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અને નેશનલ સેવિંગ્સ સ્કીમ NSS જેવી પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સરકાર આ બચત યોજનાઓ સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થશે. જો તમે આ યોજનાઓમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો માટે માર્ગદર્શિકા જારી કરી છે.

નાણાં મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી

નાણા મંત્રાલય દ્વારા નાની બચત ખાતાઓ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા જણાવે છે કે જો કોઈ ખાતું અનિયમિત જણાય તો તેને નાણા મંત્રાલય દ્વારા જરૂરી નિયમિત કરવા માટે મોકલવામાં આવશે. માર્ગદર્શિકા હેઠળ, વિભાગે નવા નિયમો જારી કર્યા છે, જે નેશનલ સેવિંગ્સ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માટે લાગુ થશે.

પહેલા ખોલવામાં આવેલા બે NSS-87 ખાતાઓ

ડીજીના આદેશ (2 એપ્રિલ, 1990) પહેલા ખોલવામાં આવેલા બે NSS-87 ખાતાઓ માટે નવા નિયમો હેઠળ પહેલા ખોલાયેલા ખાતા પર, પ્રવર્તમાન સ્કીમ રેટ લાગુ થશે, જ્યારે બીજા ખાતા પર, પ્રવર્તમાન POSA દરની સાથે બાકી બેલેન્સ પર 200 BPS દર લાગુ થશે. આ બંને ખાતામાં જમા રકમ વાર્ષિક મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. જો વધારે ડિપોઝીટ કરવામાં આવે તો તે વ્યાજ વગર પરત કરવામાં આવશે. 1 ઓક્ટોબર, 2024થી બંને ખાતાઓ પર શૂન્ય ટકા વ્યાજ દર લાગુ થશે.

સગીરના નામે ખોલવામાં આવેલા PPF ખાતાઓ માટે

આવા અનિયમિત ખાતાઓ માટે POSA વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે, જ્યાં સુધી વ્યક્તિ (સગીર) ખાતું ખોલવા માટે લાયક ન બને. જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય ત્યારે લાગુ વ્યાજ દર ચૂકવવામાં આવશે. પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર પુખ્તતાની ઉમર પ્રાપ્ત કરે છે અને ખાતું ખોલવા માટે પાત્ર બને છે.

એક કરતાં વધુ PPF એકાઉન્ટ જાળવવાના નિયમો

એક કરતાં વધુ PPF એકાઉન્ટ જાળવવા પર, પ્રાથમિક ખાતા પર સ્કીમ રેટ મુજબ વ્યાજ આપવામાં આવશે, જો કે ખાતામાં જમા કરાતી રકમ દરેક વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોવી જોઈએ. બીજા ખાતાનું બેલેન્સ પ્રથમ ખાતામાં મર્જ કરવામાં આવશે. જો કે પ્રાથમિક એટલે કે જે ખાતા ઉપર સ્કીમ રેટ મુજબ વ્યાજ મળે છે કે ખાતામાં દર વર્ષે રોકાણ મર્યાદામાં રકમ જમા થતી રહે. મર્જર પછી, પ્રાથમિક ખાતું પ્રવર્તમાન સ્કીમ રેટ પર વ્યાજ મેળવવાનું ચાલુ રાખશે. પ્રાથમિક એટલે કે મુખ્ય અને ગૌણ એટલે કે જે બીજુ ખાતુ છે તે ખાતા સિવાયના અન્ય કોઈપણ વધારાના ખાતા પર, ખાતું ખોલવાની તારીખથી શૂન્ય ટકા વ્યાજ દર લાગુ થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button