અર્ધકુંભ અને મહાકુંભનું સૌથી વધારે આકર્ષણ નાગા સન્યાસી હોય છે. પ્રયાગરાજમાં આગામી વર્ષે આયોજિત થનારા પ્રયાગરાજ મહાકુંભ 2025માં શ્રાદ્ધાળુઓને નાગા સન્યાસીઓ તેમજ અઘોરી સંતોને નજીકથી જોવાની તક જ નહીં મળે બલકે તેમની જીવનશૈલીને જાણવાની પણ તક પ્રાપ્ત થશે.
તે માટે પર્યટન વિભાગ નાગા સાધુઓની જીવન શૈલી વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી આપવા માટે એક વિશેષ પેકેજ તૈયાર કરી રહ્યું છે. અર્ધકુંભ અને મહાકુંભમાં જ્યારે પણ શાહી સ્નાન માટે નાગા સન્યાસી અને અઘોરીઓ નીકળે છે ત્યારે જ સામાન્ય શ્રાદ્ધાળુઓ તેમના દર્શન કરી શકે છે. સામાન્ય લોકો આવા સાધુ-સંતોના શિબિરમાં નથી જતા કારણ કે સામાન્ય લોકોની સાથે જ નાગા સન્યાસી અને અઘોરીઓ પણ તેનાથી પરહેજ કરે છે. પરંતુ આ વખતે યુપી પર્યટન વિકાસ નિગમ સામાન્ય લોકોને નાગા સન્યાસીઓ અને અઘોરીઓના અખાડાઓના શિબિર સુધી લઈ જશે.તાલીમબદ્ધ ગાઇડ મારફત તેમને ત્યાં લઈ જવાશે. તેઓ નાગા-અઘોરી સંતોના રોચક, રોમાંચક, ઇતિહાસ અને તેમના તપ સાથે જોડાયેલી માહિતી આપશે. તેના માટે એક ફી નક્કી કરીને પાંચ-છ લોકોનું ગ્રૂપ બનાવાશે.
Source link