90ના દાયકાની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. પ્રીતિ ઝિન્ટા તેના લગ્ન પછીથી લોસ એન્જલસમાં રહે છે. જો કે હા તે વારંવાર ભારત આવતી જતી રહે છે પરંતુ 2016માં લગ્ન પછી તો તે લોસ એન્જલસ શિફ્ટ થઇ ગઇ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ જોવા મળે છે. તે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ત્યારે આ વચ્ચે અભિનેત્રીએ તેના મનમા રહેલા ડર વિશે શેર કર્યુ છે.
શેર કર્યો આગનો અનુભવ
મહત્વનું છે કે લોસ એન્જલસમાં લાગેલી ભયાનક આગથી દરેક લોકો દુઃખી છે. દિવસ જાય તેમ આગ ઘટવાને બદલે વધી રહી છે. ભયાનક આગમાં અનેક લોકો બેઘર થયા છે તેમજ લોકોના ઘર બળીને ખાખ થયા છે. આ સમયે લોસ એન્જલસમાં દરેક જગ્યાએ વિનાશની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો આ આગ ઓલવાઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ પણ લોસ એન્જલસમાં રહે છે, જેઓ આ ભડકતી આગ જોઈને ડરી ગયા છે. પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ત્યાંના દ્રશ્યનું વર્ણન કર્યું છે.
આગથી ડરી પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાએ પોતાની પોસ્ટ દ્વારા બધાને જણાવ્યું છે કે તે શહેરમાં લાગેલી આગથી સુરક્ષિત છે. જોકે, તેમણે આ મુશ્કેલ સમયમાં ત્યાં હાજર લોકોની વેદના શબ્દો દ્વારા વ્યક્ત કરી છે. પ્રીતિ ઝિન્ટાએ X પર લખ્યું કે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એવો દિવસ આવશે જ્યારે આગ આસપાસના પડોશને બરબાદ કરી દેશે. અમારા મિત્રો અને પરિવારોને ત્યાંથી
ખાલી કરાવી દેવામાં આવશે અથવા તેમને હાઇ એલર્ટ પર રાખવામાં આવશે. ડર છે કે જ્યારે જોરથી પવન ફૂંકાશે તો કોણ જાણે શું થશે અમારી અને અમારા બાળકો સાથે. હું ચોમેર થયેલી બરબાદીથી દુઃખી છું અને ભગવાનની આભારી છું કે અમે અત્યાર સુધી સુરક્ષિત છીએ.
હું પ્રાર્થના કરુ છું કે…
સાથે જ પોસ્ટમાં પ્રીતિએ પ્રાર્થના કરી કે, હવા જલ્દી શાંત થઇ જાય અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવે. પ્રીતિએ આ મુશ્કેલની ઘડીમાં મદદ કરનારા લોકોનો આભાર માન્યો છે. મહ્તવનું છે કે પ્રીતિ ઝિન્ટા ઉપરાંત પ્રિયંકા ચોપરા પર લોસ એન્જલસ રહે છે. તેણે પણ ફોટો શેર કર્યા હતા જેમાં તેના ઘરની પાસેના જંગલમાં આગ લાગેલી સ્પષ્ટ જોવા મળતી હતી.