ગુજરાત વિધાનસભા બજેટ સત્રને તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. બજેટ સત્રમાં મુખ્યમંત્રીના વિભગોના જવાબ અન્ય મંત્રીઓ આપશે. વિધેયકો, પ્રશ્નોતરી અને મેજ પર મુકવાનાં કાગળો અંગે જવાબદારી અન્ય મંત્રીઓને સોંપાઈ છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બજેટ માટે વિધાનસભાનું સત્ર બોલાવવાનું આહ્વાન કર્યું છે. 19 ફેબ્રુઆરી બપોરે 12 કલાકથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. તેવામાં હવે ગુજરાત વિધાનસભા બજેટ સત્રને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બજેટ સત્રમાં મુખ્યમંત્રીના વિભગોના જવાબ અન્ય મંત્રીઓ આપશે. વિધેયકો, પ્રશ્નોતરી અને મેજ પર મુકવાનાં કાગળો અંગે જવાબદારી અન્ય મંત્રીઓને સોંપાઈ છે. ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, બચુ ખાબડ તથા પ્રફુલ પાનસેરીયા જવાબ આપશે.
ઋષિકેશ પટેલ સામાન્ય વહિવટ, નર્મદા તથા શહેરી વિકાસ વિભાગના જવાબ રજૂ કરશે. બલવંતસિંહ રાજપૂત ખાણ અને ખનીજ, મહેસુલ વિભાગ ના જવાબ રજૂ કરશે. હર્ષ સંઘવી ગૃહ અને પોલીસ હાઉસિંગ નશા બંધી ખાતાના જવાબ રજૂ કરશે, તો બીજી તરફ જગદીશ વિશ્વકર્મા માર્ગ અને મકાન તથા પાટનગર યોજનાના જવાબ રજૂ કરશે. બચૂ ખાબડ પંચાયત, મુળુ બેરા યાત્રાધામ, રાઘવજી પટેલ બંદરો અને માહિતી પ્રસારણ તથા પ્રફુલ પાનસેરીયા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના જવાબ રજૂ કરશે.
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ
વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહત્વપૂર્ણ હોય છે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાને રાહત મળે તે માટે કઈ-કઈ જાહેરાત કરે તે જાણવા માટે લોકો આતૂર હોય છે.
1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રનું બજેટ
કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
Source link