લીમડી તાલુકાના રાસ્કા ગામ પાસેના સોલાર પ્લાન્ટમાંથી નીકળતી નર્મદા કેનાલની લાઈન તોડી નાખતા ખેડૂતોએ ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
લીમડી તાલુકાના રાસ્કા ગામ પાસે સોલાર પ્લાન્ટ બની રહ્યો છે. આ પ્લાન્ટમાંથી નર્મદા કેનાલની પાઈપ લાઈન પસાર થાય છે. જે લાઈન તોડી નાખતા પાછળના ખેડૂતોને પાણી મળતું નથી. જેના કારણે મુશ્કેલી પડતી હોવાથી લઘધીરસિહ ઝાલાએ ડેપ્યુટી કલેકટર કચેરીએ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ત્યારે સોલાર કંપનીના મેનેજરે જણાવેલ કે આ પાઈપ લાઈનની સમસ્યા ઉકેલવા અમે નર્મદા અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. બીજી તરફ નર્મદાના ઈજનેરે જણાવેલ કે કેનાલ પહેલા બની છે. સોલાર પ્લાન્ટ પછી બન્યો હોવાથી કંપનીએ ચક બહાર લેવો જોઈએ કે ફેન્સિંગ કરવી પડે જેથી પાઈપ લાઈન તૂટવાની સમસ્યા કાયમી ઉકેલાય. હવે આ પાઈપ લાઈન તૂટવાની સમસ્યા કાયમી ઉકેલાય એ માટે નર્મદા કેનાલ કે એનટીપીસી સોલાર કંપની દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે? એની સામે ખેડૂતોની નજર મંડાયેલી છે.
Source link