મારું ગુજરાત

Gujarat Weather : છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 24 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સોમવારે (18 ઓગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે.

કુલ 18 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આજે (18 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના વાપી, નવસારી, ગીર સોમનાથ, વલસાડના પારડી, કોડિનાર, સુરત, વડોદરા સહિતના 16 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળીયા હાટીના, ડાંગના આહવા, કચ્છના અબડાસા, સુરતના કામરેજ અને ડાંગના સુબિરમાં 2-2 ઇંચ, જૂનાગઢ સિટી, તાપીના વ્યારા, બનાસકાંઠાના અમીરગઢ, ગીર સોમનાથના તલાલા, પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વલસાડના પારડી, તાપીના ડોલવણ, સુરેન્દ્રનગરના મુળી સહિત 24 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટના ઉપલેટા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢના વંથલી, માણાવદર, અમદાવાદના દેત્રોજ, અરવલ્લીના મેઘરજ, રાજકોટના લોધિકા, રાજકોટના જામકંડોરાણા સહિત 163 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button