પેટલાદ શહેરમાં સાંઈનાથ ચોકડી નજીક સ્મશાન પાસે આવેલા શોપિંગ સેન્ટરના દબાણ હટાવવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પણ સમયગાળો પૂર્ણ થવા છતાં હજુ પણ દબાણ હટ્યા નથી.
શાયોના શોપિંગ સેન્ટરમાં દબાણો યથાવત
શાયોના શોપિંગ સેન્ટરમાં વિવિધ દુકાનદારોને દબાણ હટાવવા માટે 21 ઓક્ટોબરના રોજ નોટિસ અપાઈ હતી. સમયગાળો પૂર્ણ થવા છતાં પણ દબાણ ન હટતા નગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પેટલાદ શહેરમાં સાંઈનાથ ચોકડી નજીક સ્મશાન પાસે સાયોના શોપિંગ સેન્ટર આવેલું છે. આ શોપિંગ સેન્ટરમાં દુકાનની આગળ લોખંડના શેડ તથા તેની આગળ લારીઓ ઊભી રાખી દબાણ કરવામાં આવ્યુ છે.
અગાઉ દુકાનદારોએ તહેવારોનું બહાનું કાઢી દબાણ ન હટાવવા જણાવ્યું હતું
જેને લઈને નગરપાલિકા દ્વારા ગત દિવસોમાં શોપિંગ સેન્ટરના 13થી વધુ દુકાનદારોને નોટિસ મળતા તેઓ નગરપાલિકામાં પહોંચ્યા હતા અને તહેવારોનું બહાનું કાઢી દબાણ ન હટાવવા જણાવ્યું હતું અને સ્વેચ્છાએ દબાણ હટાવી લઈશું તેવું જણાવ્યું હતું. પરંતુ આજ સુધી દબાણો ન હટતા નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે.
હવે તંત્ર શું કામગીરી કરશે તેને લઈને સવાલ?
દબાણોને લઈને નગરપાલિકા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ દુકાને નોટિસ લગાવી દીધી હતી. 21 ઓક્ટોબરે નોટિસ લગાવી હતી અને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી પણ દબાણો દૂર ન કરાતા નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું.
છોટા ઉદેપુરના બોડેલીમાં દબાણ હટાવવા મામલે હંગામો મચ્યો
થોડા દિવસ પહેલા છોટા ઉદેપુરના બોડેલીના તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, માર્ગ મકાનના અધિકારી, પોલીસના મોટા કાફલા સાથે દબાણો દૂર કરવામાં આવતા અધિકારીઓ સાથે પણ હંગામો થયો હતો. રહીશોનું કહેવું છે કે અમારી પાસે મકાનના દસ્તાવેજ છે અને કોઈપણ જાતનું દબાણ કરવામાં આવ્યું નથી, આમ છતાં અધિકારીઓ મનમાની કરીને યોગ્ય માપ કર્યા વગર જ દબાણો દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે. કેટલાક લોકોએ આક્ષેપ પણ કર્યો કે થોડાક દિવસ પહેલા યોગ્ય માપ કાઢ્યા વગર ત્રણ ઈંચ ચાર ઈંચના માર્ક કર્યા અને તે માર્કના આધારે દબાણો દૂર કરવામાં આવતા લોકો રીતસરના વિફર્યા હતા અને ચાર ઈંચના દબાણ દૂર કરતા કેટલાક લોકોના મકાનોને મોટું નુકસાન થયું હતું.
Source link