NATIONAL

પૂર્વ PM મનમોહનસિંહનું નિધન, વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 9.51 કલાકે નિધન થયું છે. તેમની તબિયત લથડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા પણ ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી છે.

સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલી

ત્યારે દેશના બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહને દેશ દુનિયાના નેતાઓ શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ટ્વીટ કરીને તેમના નિધન અંગેની જાણકારી આપી છે. તેમને ટ્વીટ કરતા લખ્યું કે 2 વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.

ત્યારે દેશના ઉપરાષ્ટ્રપતિ જયદિપ ધનખરે પણ ટ્વીટ કરીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી છે. 


ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી 

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ ટ્વીટ કરીને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

તમને જણાવી દઈએ કે આ સિવાય પણ કોંગ્રેસના અનેક નેતાઓ અને કોંગ્રેસના ઘણા કાર્યકરોએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ વ્યક્ત કર્યુ છે અને કોંગ્રેસ પાર્ટીએ તેમના આવતીકાલના તમામ કાર્યક્રમો પણ રદ કરવાનો આદેશ આપ્યો છે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button