છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ ખોખરીવેરી ગામમાં એક ખાનગી બેંકના સેન્ટર મેનેજર અને લોન ધારકના પરિવારજ વચ્ચે હપ્તા બાબતે બોલાચાલી બાદ સેન્ટર મેનેજરની હત્યાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી પાડી જેલમાં ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રોડધા ગામે રહેતા સુખરામ રાઠવા બોડેલીની ખાનગી બેંકમાં સેન્ટર મેનેજર તરીકે નોકરી કરતો હતો અને સુખરામ રાઠવા અલગ અલગ ગામોમાં લોનના હપ્તા ઉઘરાવી બેંકમાં જમા કરાવતો હતો. ગત તા. 5 સપ્ટેમ્બરના રોજ સુખરામ રાઠવા પોતાની બાઈક લઇ બોડેલી તાલુકાના પચ્ચીસગામ, ખોખરીવેરી સહિત આસપાસના ગામોમાં લોનના હપ્તા અંગે કામકાજ અર્થે હતો તે દરમિયાન ખોખરીવેરી ગામે લોન ધારક સંગીબેન બારીયાના ઘરે 4400 જેટલી હપ્તાની રકમ લેવા ગયા હોઈ સંગીતાબેનના આરોપી પતિ રોહિત બારીયા વચ્ચે બોલાચાલી થઈ હતી. અને બોલાચાલી ઉગ્ર બનતા આરોપી રોહિતે સુખરામને ગળું દબાવી માથાના ભાગે ઈજા પોહચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો બીજી તરફ આરોપી રોહિતે પચ્ચીસગામ અને ખોખરીવેરી ગામ વચ્ચે આવેલ કોતરમાં લાશને ફેકી દીધી હતી. આ ઉપરાંત આરોપી રોહિતે મૃતક પાસેથી એક લાખ જેટલી રકમ ઉપરાંત ટેબલેટ અને થમ્બ મશીનની લૂંટ કરી હતી. જો કે જ્યારે આ સમગ્ર બનાવમાં પોલીસે રોહિત બારીયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તાપસ હાથ ધરી છે.
Source link