પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝન માટે અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સ ટીમ આકરી ટ્રેનિંગ લઈ રહી છે. ટીમને રામ મેહરસિંઘ કોચિંગ આપી રહ્યા છે. ફ્રેન્ચાઇઝીએ આગામી સિઝન માટે સુકાની તરીકે નીરજકુમારને તથા ગુમાનસિંઘને ઉપસુકાની તરીકે જાહેર કર્યા છે.
જાયન્ટ્સ ટીમ બેંગ્લુરુ બુલ્સ સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ટીમે નવી જર્સી પણ લોન્ચ કરી હતી. નીરજકુમારે અગાઉ પટના પાયરેટ્સનું પણ નેતૃત્વ કર્યું હતું. 2019ની પીકેએલમાં ડેબ્યૂ કર્યા બાદ નીરજ 80 મેચ રમી ચૂક્યો છે અને આ ડિફેન્ડરના નોટઆઉટ રહેવાની ટકાવારી 88.64ની છે. નીરજે કારકિર્દીમાં 174 પોઇન્ટ હાંસલ કર્યા છે. રેઇડર ગુમાનસિંહે 2019માં ડેબ્યૂ કર્યા બાદ 58 મેચમાં 407 પોઇન્ટનો સ્કોર કર્યો છે. નીરજે જણાવ્યું હતું કે ટીમનું નેતૃત્વ કરવું ગૌરવની બાબત છે અને જાયન્ટ્સ પરિવાર એક મજબૂત યુનિટ છે. આશા છે કે આ વખતે અમે ટ્રોફી જીતવામાં સફળ રહીશું.
Source link