NATIONAL

PROBA-3 Mission: ISROએ સફળતાપૂર્વક કર્યુ લોન્ચ, આ કારણે મહત્વનું છે મિશન

4 ડિસેમ્બરેના પ્રોબા-3ને લોન્ચ કરવાનું ટાળ્યા બાદ આજે એટલે કે 5 ડિસેમ્બર 2024ના ISROએ સાંજે 4:04 વાગ્યે ફરી તેને લોન્ચ કર્યુ છે. શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 1 પરથી PSLV-XL રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. માત્ર 26 મિનિટની ઉડાન બાદ ISROનું રોકેટ સેટેલાઈટને અવકાશમાં મૂકશે.

કેટલું છે રોકેટનું વજન?

આ મિશનમાં ISRO PSLV-C59 રોકેટ ઉડાવી રહ્યું છે. આમાં C59 વાસ્તવમાં રોકેટ કોડ છે. પીએસએલવીની આ 61મી અને XL વેરિઅન્ટની 26મી ઉડાન હતી. આ રોકેટ 145.99 ફૂટ ઉંચુ છે. આ ચાર સ્ટેજના આ રોકેટનું લોન્ચિંગ સમયે વજન 320 ટન હોય છે. આ રોકેટ પ્રોબા-3 સેટેલાઈટને 600 X 60,530 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં મૂકશે.

જાણો પ્રોબા-3 સેટેલાઈટ વિશે

પ્રોબા-3એ દુનિયાની પ્રથમ પ્રેસિશન ફોર્મેશન ફ્લાઈંગ સેટેલાઈટ છે. મતલબ કે અહીં એક નહીં પણ બે સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે. જેનું કુલ વજન 550 કિલો હશે. પહેલું છે કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ અને બીજું ઓક્લટર સ્પેસક્રાફ્ટ.

કોરોનોગ્રાફ સ્પેસક્રાફ્ટ

310 કિલો વજન ધરાવતું આ સેટેલાઈટ સૂર્ય તરફ મોં કરીને ઉભું રહેશે. તે લેસર અને વિઝ્યુઅલ ટાર્ગેટ ડિસાઈડ કરશે. તેમાં ASPIICS એટલે કે એસોસિએશન ઓફ સ્પેસક્રાફ્ટ ફોર પોલેરીમેટ્રિક અને ઈમેજિંગ ઈન્વેસ્ટિગેશન ઓફ કોરોના ઓફ ધ સન લાગેલું છે. આ સિવાય 3DEES એટલે કે 3D એનર્જેટિક ઈલેક્ટ્રોન સ્પેક્ટ્રોમીટર છે. તે સૂર્યના બહારના અને અંદરના કોરોના વચ્ચેની ગેપનો અભ્યાસ કરશે. સાથે જ સૂર્યની સામે ઉભું રહેશે. જેમ ગ્રહણમાં ચંદ્ર સૂર્યની સામે આવે છે.

ઓક્યુલ્ટર સ્પેસક્રાફ્ટ

240 કિલો વજનનું આ સ્પેસક્રાફ્ટ કોરોનાગ્રાફની પાછળ રહેશે. જેવું ગ્રહણમાં ચંદ્ર સૂર્યની સામે રહે છે અને પૃથ્વી તેની પાછળ રહે છે. તેમાં સ્થાપિત DARA એટલે કે ડિજિટલ એબ્સોલ્યુટ રેડિયોમીટર સાયન્સ એક્સપેરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ કોરોનાથી પ્રાપ્ત ડેટાનો અભ્યાસ કરશે. આ બંને સેટેલાઈટ 150 મીટરના અંતરે એક રેખામાં પૃથ્વીની પરિક્રમા કરતી વખતે સૂર્યના કોરોનાનો અભ્યાસ કરશે. ઉપર દેખાતી તસ્વીરમાં તમે સૂર્યની ઉપર એક ડાર્ક સર્કલ જોઈ રહ્યા હશો. પ્રોબા-03 મિશન આ ડાર્ક સર્કલનો અભ્યાસ કરશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button