બનાસકાંઠા જિલ્લાના તમામ બાગાયતદારોને જણાવવાનું કે, ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ રાજયની બાગાયત વિકાસ યોજનામાં વિવિધ સહાયલક્ષી ઘટકોમાં કચેરીએ આવેલ અરજીઓને મંજુર કરવામાં આવેલ છે.જેમાં બનાસકાંઠા જિલ્લાના બાગાયતદારોએ બાગાયત સહાય માટે કરેલ અરજીની દરખાસ્ત સમય મર્યાદામાં બાગાયત કચેરીએ રજૂ કરવાની રહેશે.
લાભાર્થીઓને સહાય માટે અરજી
ઘટકો જેવા કે ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોટીંગ ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ), બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, છુટા ફૂલો, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો- આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, પપૈયા, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, હાઇબ્રીડ બિયારણ જેમાં લાભાર્થીઓએ સહાય માટે અરજી કરેલ છે.
બાગાયત નિયામક કચેરીનો કરી શકાશે સંપર્ક
પરંતુ તેની દરખાસ્ત કચેરીએ મોકલેલ નથી. તો સદર ઘટકોમાં ખરીદેલ સાધન-સામગ્રી અથવા કરેલ વાવેતરના ખર્ચની દરખાસ્ત નિયત નમુનામાં જિલ્લાની બાગાયત કચેરીમાં સમયમર્યાદામાં રજૂ કરવાની રહે છે. જેથી સમયસર લાભાર્થીને લાભ મળી રહે તેવો અનુરોધ છે.વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૧૪-૧૫ & ૩૬, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસની સામે, પાલનપુર, જિલ્લો: બનાસકાંઠા, ફોન નં. ૦૨૭૪૨-૨૫૬૭૨૬, ઇમેલ: ddhhortibk@gmail.com પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક,બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Source link