NATIONAL

Pune: દરરોજ નવો મુદ્દો ઉઠાવાઇ રહ્યો છે, આવુ કેમ બોલ્યા મોહન ભાગવત?

જ્યારે કાશી અને મથુરામાં મંદિર અને મસ્જિદનો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે સંભલનો મામલો હેડલાઇન્સમાં રહે છે. દરમિયાન, આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં ધાર્મિક માળખાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે અનેક મંદિર-મસ્જિદ વિવાદોના પુનરુત્થાન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દરરોજ એક નવો મામલો સામે આવી રહ્યો છે, તે યોગ્ય નથી. પૂણેમાં આયોજિત સહજીવન વ્યાખ્યાન શ્રેણીમાં ‘ભારત-વિશ્વગુરુ’ વિષય પર વ્યાખ્યાન આપતાં તેમણે આ વાત કહી.

કેટલાક લોકોને લાગે છે કે તે હિન્દુઓના નેતા બનશે

 મોહન ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ આવા મુદ્દા ઉઠાવીને “હિંદુઓના નેતા” બની શકે છે. સર્વસમાવેશક સમાજની હિમાયત કરતા સંઘના વડાએ કહ્યું કે દુનિયાને બતાવવાની જરૂર છે કે દેશ એક સાથે સુમેળથીરહી શકે છે. ભારતીય સમાજની વિવિધતાને રેખાંકિત કરતા ભાગવતે કહ્યું કે રામકૃષ્ણ મિશનમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે “માત્ર આપણે જ આમ કરી શકીએ છીએ કારણ કે આપણે હિન્દુ છીએ.” “અમે લાંબા સમયથી સદ્ભાવનાથી રહ્યા છીએ. જો આપણે વિશ્વને આ સદ્ભાવના પ્રદાન કરવા માંગીએ છીએ તો આપણે તેનું મોડેલ બનાવવાની જરૂર છે. રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાો પર આ પ્રકારના મુદ્દા ઉઠાવીને હિંદુ નેતા બની શકે છે. જે સ્વીકાર્ય નથી.

રામ મંદિર હિન્દુઓ માટે આસ્થાનો વિષય 

મોહન ભાગવતે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ એટલા માટે થયું કે તે તમામ હિંદુઓની આસ્થાનો વિષય છે. તેમણે કોઇ વિશેષ સ્થળનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે અત્યારે દરેક દિવસે નવો એક વિવાદ ઉઠાવવામાં આવી રહ્યો છે. આમ કરવાની અનુમતિ કેવી રીતે આપી શકાય છે? ભારતે એ બતાવવાની જરૂર છે કે આપણે સાથે રહી શકીએ છીએ” મંદિરો શોધવા માટે મસ્જિદોના સર્વેક્ષણની અનેક માંગણીઓ તાજેતરના સમયમાં કોર્ટમાં પહોંચી છે, જોકે ભાગવતે તેમના ભાષણમાં કોઈનું નામ લીધું ન હતું. તેમણે કહ્યું કે બહારના કેટલાક જૂથો તેમની સાથે કટ્ટરતા લાવ્યા છે અને તેઓ ઈચ્છે છે કે તેમનું જૂનું શાસન પાછું આવે.

આધિપત્યના દિવસો ગયા

તેમણે કહ્યું કે દેશ હવે બંધારણ પ્રમાણે ચાલે છે. આ સિસ્ટમમાં લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટે છે, જેઓ સરકાર ચલાવે છે. આધિપત્યના દિવસો ગયા.” તેમણે કહ્યું કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસનમાં પણ આવી જ ધર્માંધતા જોવા મળી હતી, જોકે તેમના વંશજ બહાદુર શાહ ઝફરે 1857માં ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું કે એવુ નક્કી થયુ હતું કે અયોધ્યામાં રામ મંદિર હિંદુઓને આપવુ જોઇએ. પરંતુ અંગ્રેજોને આ વાતની ભનક લાગી ગઇ અને બંને સમુદાયો વચ્ચે તિરાડ ઉભી કરી દીધી. ત્યારથી અલગાવવાદની ભાવના અસ્તિત્વમાં આવી, પરિણામસ્વરૂપે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.

નિયમો અને કાયદાઓનું પાલન કરવાની જરૂર

મોહન ભાગવતે કહ્યું કે “જો તમામ પોતાને ભારતીય માને છે તો વર્ચસ્વની ભાષાનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે? કોણ લઘુમતી અને કોણ બહુમતી? અહીં દરેક વ્યક્તિ સમાન છે. આ દેશની પરંપરા :S છે કે દરેક વ્યક્તિ પોતાની પૂજા પદ્ધતિનું પાલન કરી શકે છે. બસ જરૂર છે સદ્ભાવનાથી જીવવાની અને નિયમો અને કાયદાઓનું પાલન કરવાની.”


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button