Vadodara News: હયાત હોટલમાં શાકાહારી ગ્રાહકને નોનવેજ પિરસાયાનો આરોપ

વડોદરાની પ્રખ્યાત હયાત હોટલ ખાતે એક પરિવાર સાથે આવેલા શુદ્ધ શાકાહારી ગ્રાહકને નોનવેજ પિરસાતા વિવાદ ઊભો થયો હતો. ગ્રાહકે ઓર્ડર આપતી વખતે ચાર વખત હોટલ સ્ટાફને ખાસ કહી દીધું હતું કે અમને માત્ર વેજીટેરિયન જ જોઈએ અને સ્ટાફ તરફથી વારંવાર “હા” કહી ખાતરી આપવામાં આવી હતી.
શાકાહારી ગ્રાહકને નોનવેજ પિરસાતા વિવાદ
પરંતુ ભોજન પિરસાતા જ ગ્રાહકે થાળીમાં નોનવેજ જણાતા તરત જ મેનેજરને બોલાવી આ અંગે ફરિયાદ કરી હતી. મેનેજરે જવાબ આપ્યો કે “ભૂલથી પિરસાયું છે.” શુદ્ધ શાકાહારી ગ્રાહકને નોનવેજ પિરસાતા ગ્રાહક રડવા લાગ્યા હતા
કલાક બાદ સ્થળે પહોંચી પોલીસ
બ્રાહ્મણ ગ્રાહકને નોનવેજ પિરસતા ગ્રાહકે તરત જ ગોત્રી પોલીસને ફોન કર્યો, પરંતુ પોલીસ કલાકો બાદ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગ્રાહકને જણાવ્યું કે આ મામલો ગ્રાહક સુરક્ષા વિભાગમાં આવે છે. તેથી તમે ગ્રાહક સુરક્ષા વિભાગમાં ફોન કરો.
ગ્રાહકની ધાર્મિક લાગણીઓ થઈ આહત
આ બનાવને કારણે હોટલની સેવા અને સંવેદનશીલતા અંગે પ્રશ્નો ઊભા થયા છે. ગ્રાહકે જણાવ્યું કે તેઓ શુદ્ધ શાકાહારી છે અને તેમની ધાર્મિક લાગણીઓને આ બનાવથી આઘાત પહોંચ્યો છે. હાલ ગ્રાહકે ન્યાયની માગણી સાથે ફરિયાદ દાખલ કરવાની તૈયારી દર્શાવી છે.