થિયેટરમાં કરોડોની કમાણી કર્યા બાદ અલ્લુ અર્જુનની પુષ્પા-2 હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. ઓટીટી પર રિલીઝ કરવા માટે 30 જાન્યુઆરીની તારીખ નક્કી કરાઇ છે. 5 ડિસેંબરના રોજ પુષ્પા-2 ફિલ્મે સિનેમા ઘરોમાં ધૂમ મચાવી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા બધા વિવાદો પણ આ ફિલ્મ અને કલાકારો સાથે જોડાયા હતા. ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના પણ ખાસ ભૂમિકામાં જોવા મળી રહી છે. પુષ્પા અને શ્રીવલ્લી હવે ઓટીટી પર પોતાનો જલવો બતાવવા આવી રહ્યા છે.
રિલીઝ સામે હિંદી દર્શકોએ નોંધાવ્યો વિરોધ
ઓટીટી પર પુષ્પા-2ની રિલીઝ ડેટ જાહેર કરાતા જ દર્શકોમાં ઉત્સાહનો માહોલ છે. પરંતુ એક દર્શક વર્ગ એ પણ છે કે જેણે વિરોધ પ્રદર્શિત કર્યો છે. પુષ્પા-2 તેલુગુ, તમિળ, મલાયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઇ રહી છે. ત્યારે હિંદી ભાષામાં રિલીઝ ન થતા હિંદી ભાષાનો વર્ગ નારાજ થયો છે. તેઓએ સોશિયલ મીડિયામાં કમેંટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો છે. એક દર્શકે લખ્યુ હતુ કે, હિંદી દર્શકો સાથે ભેદભાવ થઇ રહ્યો છે. તો બીજા યુઝરે લખ્યુ હતુ કે, શુ તમને હિંદી ભાષા સાથે કોઇ અણગમો છે. તો અન્ય દર્શકે લખ્યુ હતુ કે, અમને હિંદી વર્ઝનની જરુર છે.
પુષ્પા-2 રીલોડેડ વર્ઝન ઓટીટી પર
ઓટીટી પ્લેટફોર્મ પર લખવામાં આવ્યુ હતુ કે, ધ મેન, મિથ, બ્રેંડ અને પુષ્પાનું રુલ શરુ થવાનું છે. 23 મિનિટના એક્સ્ટ્રા ફુટેજ સાથે પુષ્પા-2 રિલોડેડ વર્ઝન જોઇ શકાશે. જે જલદી જ તેલુગુ, તમિળ, મલાયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ કરાશે. 30 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ ઓટીટી પર માણી શકાશે. રીલોડેડ વર્ઝનમાં ફિલ્મની ડ્યુરેશન 3 કલાક અને 20 મીનિટથી વધારીને 3 કલાક 44 મીનિટ કરવામાં આવી છે.
પુષ્પા-2ની ધમાકેદાર કમાણી
પુષ્પા-2 ફિલ્મ દુનિયાભરમાં બનેલી બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં સામેલ કરાઇ છે. ફિલ્મે દુનિયાભરમાં 1800 કરોડની કમાણી કરીને ઇતિહાસ સર્જી દીધો છે. બાહુબલી-2 ધ ક્નક્લૂઝનને પાછળ રાખી પુષ્પા-2 ફિલ્મ વર્લ્ડલાઇડ બીજી સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની છે. અને દેશમાં હમણા સુધી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઇ છે.
Source link