GUJARAT

Rajdhani Expressમાં રેલવે સ્ટાફની ઝડપી કાર્યવાહીએ એક મુસાફરનો જીવ બચાવ્યો

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ પોતાના તમામ યાત્રીઓને સુરક્ષિત યાત્રા અનુભવ કરાવવા માટે સમર્પિત છે. પશ્ચિમ રેલવે યાત્રીઓની યાત્રા દરમિયાન તેમના જીવનની રક્ષા કરવાની સાથે-સાથે તેમની ભલાઈ અને માનસિક શાંતિ સુનિશ્ચિત કરવામાં હંમેશા અગ્રસર રહે છે.

નવી દિલ્લી સ્ટેશન પર ટ્રેનમાં બેસવાની સાથે જ યાત્રીને છાતીમાં દુઃખાવો થવા લાગ્યો

એક ઉદાહરણરૂપ કામનું દ્રષ્ટાંત રજૂ કરતાં ટ્રેન સુપ્રિટેન્ડન્ટ રાકેશ કુમાર પાઠકે પોતાના ઝડપી વિચારથી એક યાત્રીનો જીવ બચાવવામાં મદદ કરી. નવી દિલ્લી-સાબરમતી સુવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસમાં રાઘવ શર્મા (બી-1,સીટ-4)ને નવી દિલ્લી સ્ટેશન પર ટ્રેનમાં બેસવાની સાથે જ તેમની છાતીમાં દુઃખાવો થવા લાગ્યો, ત્યારે રાકેશ કુમાર પાઠક ટ્રેન સુપ્રિટેન્ડેન્ટે યાત્રીને પેન્ટ્રી કારમાં સુવડાવ્યા અને તરત કોમર્શિયલ કંટ્રોલને સૂચના આપી કે દિલ્લી કેન્ટ સ્ટેશન પર ડૉક્ટરની જરૂર છે તથા ટ્રેનમાં પણ ડૉક્ટર માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું.

ટ્રેનમાં એનાઉન્સમેન્ટ કરતાની સાથે જ એક લેડી ડૉક્ટર સહિત 6-7 ડૉક્ટર પણ મદદે આવી ગયા

એનાઉન્સમેન્ટ સાંભળીને એચ/1 કોચમાં યાત્રા કરી રહેલા એક લેડી ડૉક્ટર સહિત 6-7 ડૉક્ટર પણ આવી ગયા હતા. ડૉક્ટર્સ દ્વારા ચેક કરીને તેમની સારવાર કરવામાં આવી અને જેનાથી યાત્રીને ઘણો આરામ મળ્યો. એ જ સમયે તેમના પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી. તેમના પરિવારને પૂર્ણરૂપે આશ્વાસન પણ આપવામાં આવ્યું કે યાત્રીએ પોતે કહ્યું છે કે હું હવે ઘણો સ્વસ્થ છું. મને યાત્રા કરવા દેવામાં આવે.

યાત્રીએ તમામ સ્ટાફ અને ડૉક્ટરનું અભિવાદન કર્યું

યાત્રીને આરામ મળ્યા પછી તેમની જ બર્થ પર સુવડાવવામાં આવ્યા અને રાતના સમયે રેલવે સ્ટાફ વારંવાર ચેક કરતા રહ્યા. યાત્રીએ સવારે ઉઠીને તમામ સ્ટાફ અને ડૉક્ટરનું અભિવાદન કર્યું અને કહ્યું કે આપ સૌની મહેનતથી હું કુશળપૂર્વક છું. આ તમામ સભ્યોનો હું આભારી છું. આ રીતે રેલવે સ્ટાફની સજાગતા અને તાત્કાલિક કાર્યવાહીથી તેમનું જીવન બચાવી શકાયું. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button