- એરપોર્ટ પર કાર્ગો એરિયામાં રેડિયો એક્ટિવ એલિમેન્ટ મળતા અફરાતફરી
- આ સમાચાર મળતાની સાથે જ કાર્ગો એરિયાને ખાલી દરાવી દેવામાં આવ્યો છે
- હાલ આ મામલે તપાસ ચાલી રહી છે
લખનૌ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ થયુ લીક, કાર્ગો વિસ્તાર ખાલી કરાવાયો, NDRFની ટીમ ઘટનાસ્થળેએરપોર્ટ પર કાર્ગો એરિયામાં રેડિયો એક્ટિવ એલિમેન્ટ મળતા અફરાતફરી જોવા મળી હતી. આ સમાચાર મળતાની સાથે જ કાર્ગો એરિયાને ખાલી દરાવી દેવામાં આવ્યો છે. સ્થળ પર NDRFની ટીમ બોલાવી લેવામાં આવી છે. રેડિયો એક્ટિવ એલિમેન્ટ ત્યારે પકડાયુ જ્યારે લગેજનું સ્કેનિંગ થઇ રહ્યુ હતુ. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. આખરે આ રેડિયો એક્ટિવ એલિમેન્ટ એરપોર્ટ પર આવ્યુ ક્યાંથી એ સૌથી મોટા સવાલ છે.
એવું કહેવાય છે કે રેડિયોએક્ટિવ સામગ્રી લાકડાના બોક્સમાં પેક કરવામાં આવ્યું હતું
આ સમગ્ર મામલે CBI એરપોર્ટના પ્રવક્તા ચૌધરી ચરણ સિંહનું નિવેદન આવ્યુ છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે મેડિકલ કન્સાઇન્મેન્ટ રેડિયોધર્મી પદાર્થ માટે એલાર્મ સેટ કરી દીધો છે. હાલ તો આ જ્વલન શિલ પદાર્થ મળ્યો ત્યાં મોટી સંખ્યાંમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બોલાવી લેવામાં આવી છે. સ્થિતિ હાલ સંપૂર્ણ પણે નિયંત્રણમાં છે. હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આનાથી એરપોર્ટ સંચાલન પર કોઇ અસર થઇ નથી. મામલો હાલ નિયંત્રણમાં છે.
આ દરમિયાન તે લીક થઈ ગયુ હતુ. જેના કારણે એલાર્મ વાગવા લાગ્યું
એવું કહેવાય છે કે રેડિયોએક્ટિવ સામગ્રી લાકડાના બોક્સમાં પેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તે લીક થઈ ગયુ હતુ. જેના કારણે એલાર્મ વાગવા લાગ્યું. એલાર્મ વાગતાની સાથે જ સુરક્ષાકર્મીઓ સક્રિય થઈ ગયા હતા. આ પછી NDRFની ટીમોને પણ બોલાવવામાં આવી છે. આ પદાર્થ એરપોર્ટ સુધી ક્યાંથી પહોંચ્યો તે હાલમાં જાણી શકાયું નથી.
મુસાફરોને હટાવીને જગ્યા ખાલી કરવામાં આવી છે
શનિવારે એક ફ્લાઈટ લખનૌથી ગુવાહાટી જઈ રહી હતી. લખનૌ એરપોર્ટના ટર્મિનલ 3 પર સ્કેનિંગ દરમિયાન મશીનની બીપ વાગી હતી. રેડિયો એક્ટિવ એલિમેન્ટ લાકડાના બોક્સમાં પેક કરવામાં આવ્યુ હતુ, જેમાં કિરણોત્સર્ગી તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. કિરણોત્સર્ગી સામગ્રી લીક થતા એલાર્મ વાગતા જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. આ સાથે NDRF અને SDRFને પણ બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હંગામો થયો હતો. વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. મામલાની તપાસ ચાલી રહી છે. મુસાફરોને હટાવીને જગ્યા ખાલી કરવામાં આવી છે.
Source link