અમદાવાદમાં ઠેર ઠેર રોડ સાઇડ પર આડેધડ દબાણો થઈ ગયા હોવાને કારણે ટ્રાફિકમાં ભારે મુશ્કેલી પડી રહી છે. શહેરના રોડ પરથી દબાણો હટાવવા અથવા તેનું મોનિટરિંગ કરવા એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જોકે આ ટીમની રચના દેખાડાપૂરતી જ કરવામાં આવી હોવાનું ફલિત થઈ રહ્યું છે.
AMCના એસ્ટેટ- ટીડીઓ વિભાગની નિષ્ક્રિયતાને કારણે ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા વિસ્તાર અને લૉ ગાર્ડન વિસ્તારમાં મોટાપાયે દબાણો થઈ ગયા હોવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવરાત્રિ, દિવાળીના તહેવારો આવી રહ્યા હોવાથી પાથરણાંવાળાને કારણે ફુટપાથ પર ચાલવાની પણ જગ્યા જોવા મળતી નથી. એટલું જ નહીં, લૉ ગાર્ડન સિવિક સેન્ટર પાસે મહિલાઓ માટે બનાવેલા પિન્ક ટોઇલેટની આગળ ફુટપાથ પર જ પાથરણવાળાઓએ અડ્ડો જમાવી દીધો છે.
ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, લૉ ગાર્ડન પાસે ચણિયાચોળી બજાર આવેલું છે. જ્યાં સાંજના સમયે આખો રોડ બ્લૉક થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. ભદ્ર વિસ્તારમાં પણ મંદિરની બહાર સુધી લારીઓ અને પાથરણાના દબાણ હોય છે, તેને દૂર કરવામાં કેમ નથી આવતા ? તેને લઈને અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો. રોડ ઉપર દિવસે ને દિવસે દબાણો વધી રહ્યા છે, છતાં પણ કામગીરી રોડ ઉપર દેખાતી નથી. દબાણઓ હટાવવા એનફેર્સમેન્ટ સ્કવોડ બનાવવામાં આવી છે, પરંતુ ક્યાંય કામગીરી દેખાતી નથી.
Source link