GUJARAT

Railway દ્વારા મુસાફરીની સુવિધામાં કરાયો વધારો, QR કોડથી ચુકવણી સિસ્ટમ કરાઈ ઉપલબ્ધ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા સતત નવી શરૂઆત કરવામાં આવી રહી છે. મંડળ સતત ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે તથા પોતાના યાત્રીઓને સુગમ અને અધિક કુશળ સેવા સુનિશ્ચિત કરાવવા માટે પ્રયાસરત છે. આ કડીમાં મંડળ દ્વારા કેશલેસ ચુકવણીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મહત્વના પગલાં લેતા અમદાવાદ મંડળના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર QR કોડ મારફતે ચુકવણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

QR કોડ મારફતે ટિકિટ ભાડા ચુકવણીમાં થયો વધારો

આ સુવિધાથી મંડળ પર 15 ઓગસ્ટ 2024થી 16 ઓગસ્ટ 2024 સુધી QR કોડ મારફતે રિઝર્વ્ડ ટિકિટ ભાડા ચુકવણીમાં ત્રણ ગણો અને અન રિઝર્વ્ડ ટિકિટ ભાડા ચુકવણીમાં દોઢ ગણો વધારો થયો છે. આ નવી શરૂઆત હેઠળ પહેલાં અમદાવાદ મંડળના અમદાવાદ, મણીનગર, અસારવા, સાબરમતી તથા સરદારગ્રામ સ્ટેશનોના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર QR કોડ મારફતે રેલવે ટિકિટની ચુકવણી સ્વીકાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

યાત્રીઓને ટિકિટ ભાડાની ચુકવણી વખતે પડતી મુશ્કેલીમાંથી મળ્યો છૂટકારો

આ સુવિધાને આગળ વધીને મંડળના તમામ રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટરો પર શરૂ કરવામાં આવશે. જેનાથી યાત્રીઓને છુટ્ટા પૈસા ન હોવા પર ટિકિટ ભાડાની ચુકવણી કરવામાં થતી ઝંઝટથી છુટકારો મળ્યો છે. રેલવે યાત્રીઓને હવે ટિકિટ ભાડા ચુકવણી કરવા માટે યૂટીએસ મોબાઈલ એપ, એટીવીએમ, પીઓએસ અને યૂપીઆઈ જેવા ડિજિટલ ચુકવણીના વિવિધ વિકલ્પ અગાઉથી જ ઉપલબ્ધ છે.

યાત્રીઓને અત્યંત પસંદ આવી રહી છે QR કોડ ચુકવણી સિસ્ટમ

આ પ્રકારની ડિજિટલ ચુકવણી સિસ્ટમને વધુ ઉપયોગી અને સુગમ બનાવવાના ઉદ્દેશથી અમદાવાદ મંડળે આનો વિસ્તાર કર્યો છે. આ નવી ડિજિટલ ચુકવણી સિસ્ટમ QR કોડ મારફતે ટિકિટ ભાડા ચુકવણી કરવા માટે યાત્રીઓને હવે વધુ સુગમતા પ્રદાન કરશે. આના માધ્યમથી કોઈપણ યાત્રી વગર કોઈ ઝંઝટથી અને સુગમરૂપે પોતાના ટિકિટ ભાડાની ચુકવણી પોતે કરી શકે છે. આ પ્રયત્ન રેલવે યાત્રીઓને વધુ સુવિધાજનક અને સુગમ યાત્રાનો અનુભવ કરાવવા માટે એક પ્રોત્સાહન છે અને આની મારફતે ડિજિટલ ચુકવણી માટે સરળ અને સુરક્ષિત વિકલ્પ પ્રદાન કરાવવામાં આવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button