રેલવે મુસાફરીને સુરક્ષાપૂર્ણ બનાવવાના હેતુથી ભારતીય રેલવેએ ટ્રેનના કોચમાં ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) સર્વેલન્સ કેમેરા લગાવવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો છે. ઈન્ડસ્ટ્રીઝ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યોજનાનું પ્રારંભિક મૂલ્ય રૂ.15 હજાર કરોડથી રૂ.20 હજાર કરોડ છે. જે હેઠળ 40,000 રેલવે કોચમાં 75 લાખથી વધુ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. બોલી માટે બાનાની રકમ રૂ.8,98,610 નક્કી કરવામાં આવી છે.
બીડ પ્રક્રિયામાં ભાગ લેવા માંગતા એક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડરે જણાવ્યું હતું કે, આ એક નોંધપાત્ર પગલું છે. જે માટે વર્ટિકલ ડિવાઈસ, સોફ્ટવેર અને ડેટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુવિધ કોગ્સની જરૂર પડશે. ટેન્ડર ડોક્યુમેન્ટ 24મી ઓક્ટોબરના રોજ સાર્વજનિક કરવામાં આવ્યા હતા. બોલી સુપરત કરવા માટેની અંતિમ તારીખ 15 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. તદ્દઉપરાંત ઈન્ડસ્ટ્રીના ખેલાડીઓએ જણાવ્યું હતું કે, બીડ સુપરત કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવે તેવી શકયતા છે. અગાઉના ટેન્ડર બે વખત અપડેટ કરવામાં આવ્યા હતા. જેમાં મેક ઈન ઈન્ડિયા જેવા ખાસ ખુલાસા સાથે દિશા-નિર્દેશોમાં સુધારા કરવામાં આવ્યા હતા.
બીડર્સ માટે આ અંગેની બોલી માટે લાયકાતના માપદંડો અનુસાર, કોન્ટ્રાક્ટ માટે બીડ કરતી કંપનીઓએ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષ એટલે કે, 2020-21, 2021-22, 2022-23 માટે ઓછામાં ઓછું રૂ.1,200 કરોડનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર હોવું જરૂરી છે. વધુમાં માત્ર એવી કંપનીઓ કે જેમણે રૂ.60 કરોડના પ્રોજેક્ટ અથવા રૂ.40 કરોડના બે પ્રોજેક્ટસ કે રૂ.30 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સ ભારતમાં કેન્દ્ર અથવા રાજય સરકાર માટે આઈટી અમલીકરણ યોજના સેવાઓના અવકાશ સાથે પૂર્ણ કર્યા હોય. બિડિંગ કંપનીઓને એક જ પ્રોજેક્ટમાં લઘુત્તમ 800 સીસીટીવી કેમેરાના સપ્લાય, ઈન્સ્ટોલેશન અને કમિશનિંગને સંડોવતાં પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અગાઉનો અનુભવ હોવો જરૂરી છે. જેમાં સંકલિત આદેશ અને નિયંત્રણ કેન્દ્ર ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે.
અલબત્ત ટેન્ડર દસ્તાવેજોમાં એવો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી કે, કેટલી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. દસ્તાવેજમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ટ્રેનના એક કોચ દીઠ છ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવા પડશે. તેમજ સેકન્ડ ક્લાસ લગેજ રેક કોચમાં આઠ સીસીટીવી કેમેરા લગાવવા પડશે. આ અંગેના દસ્તાવેજમાં વધુમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આઠમાંથી બે સીસીટીવી કેમેરા લગેજ કોચમાં ઉપલબ્ધ કરાવવા પડશે. જેની ડિસ્પ્લે સ્ક્રીન ગાર્ડના ડબ્બામાં રાખવામાં આવશે.
આ યોજના હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાંથી એક જ બીડરને મંજૂરી આપવામાં આવી શકે છે. તેમજ અન્ય કામો માટે પેટા કોન્ટ્રાક્ટર રાખવામાં આવશે. પેટા કોન્ટ્રાક્ટર્સમાં ઉપકરણ ઉત્પાદક, કેમેરા કેબલ અને હાર્ડવેર માટે મોનિટર, બેન્ડવિડ્થ પ્રોવાઈડર, ડેટા સેન્ટર સર્વિસ પ્રોવાઈડર્સ, ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર્સ જેવા અગ્રણી ખેલાડીઓ એમેઝોન, ગૂગલ અને માઈક્રોસોફ્ટ તથા અન્ય ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખેલાડીઓને સામેલ કરવામાં આવી શકે છે.
બોલી માટેના માપદંડો
બોલી માટે બાનાની રકમ રૂ.8.98 લાખ નક્કી કરાઈ
છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ ટર્નઓવર રૂ.1,200 કરોડ હોવું જોઈએ
બોલી લગાવનારી કંપનીએ રૂ.60 કરોડની યોજના પૂર્ણ કરેલી હોવી જોઈએ
યોજના હેઠળ ઓછામાં ઓછા 800 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા જોઈએ
બોલી માટેની અંતિમ તારીખ 15મી નવેમ્બર, પણ તારીખ લંબાવવામાં આવે તેવી શકયતા
કોચ દીઠ છ કેમેરા અને વિકલાંગ કોચ માટે સેકન્ડ ક્લાસના સામાન રેકમાં આઠ કેમેરાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ
રેલવે યાત્રાને સુરક્ષિત અને મુશ્કેલીમુક્ત બનાવવાનો હેતુ
Source link