GUJARAT

Amreli: રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

  • રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો
  • ડુંગર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ
  • વરસાદ આવતા ખેડૂતોમાં અલગ પ્રકારની ખુશી જોવા મળી

અમરેલીના રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજુલા તાલુકાના ડુંગર તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. ત્યારે ભારે ગરમી બાદ વરસાદ વરસતા ગરમીમાં થોડાક અંશે રાહત જોવા મળી છે.

વરસાદની સાથે સાથે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા

ઉલ્લેખનીય છે કે હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે રક્ષાબંધનનો દિવસ છે, ત્યારે મેઘરાજાએ પધરામણી કરી છે, ત્યારે વરસાદ શરૂ થતાં ખેડૂત તેમજ મજૂર વર્ગમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સાથે સાથે વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાતી વિગત મુજબ મધા નક્ષત્ર ચાલી રહ્યું છે, ત્યારે જો આ નક્ષત્રમાં વરસાદ વરસે તો તે ફાયદાકારક રહે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 20 અને 21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે

તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે 20 અને 21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. આ સાથે જ તાપી, ડાંગ, દમણ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. ત્યારે અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 અને 21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

નવસારી શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક સૌરાષ્ટ્રમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જો કે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નહીં હોવાના કારણે પણ વરસાદે વિરામ લીધો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. ત્યારે આજે નવસારી શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને શહેરમાં અચાનક વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button