NATIONAL

Maharashtra: ચૂંટણીને લઇને રાજ ઠાકરે લેશે મોટો નિર્ણય? 13 ઑક્ટોબરે MNSની બેઠક

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. તમામ પાર્ટીઓ પોત પોતાની રીતે રણનીતિ બનાવવામાં વ્યસ્ત બની છે. મનસે પણ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ સભા યોજવાની જાહેરાત કરી છે. 13 ઓક્ટોબરે ગોરેગાંવ નેસ્કો ગ્રાઉન્ડમાં પાર્ટીના જૂથ પ્રમુખોને સંબોધિત કરવા માટે બેઠક યોજાશે. વિધાનસભાની ચૂંટણીને લઈને આ એક મોટી અને મહત્વપૂર્ણ બેઠક હશે.

વિધાનસભાની ચૂંટણીની લઇને તૈયારીઓ

આ દિવસોમાં રાજ ઠાકરે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. પુણેમાં આજે કોલ્હાપુર, સાંગલી, સતારા, પુણે જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે આ જિલ્લાઓની દરેક વિધાનસભાની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

એકલા હાથે જ ચૂંટણી લડીશું- મનસે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ઓગસ્ટ મહિનામાં જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 200 થી 225 બેઠકો પર ચૂંટણી લડશે. નાગપુરમાં પત્રકારોને સંબોધતા રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે અમારી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે અને અમને વિશ્વાસ છે કે અમે વધુ સારું પ્રદર્શન કરીશું.

13 ઑક્ટોબરે શું થશે ચર્ચા ?

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં NDAને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી હતી. MNS વડાએ એમ પણ કહ્યું હતું કે તેમણે દેશના ભવિષ્ય અને તેના યુવાનો માટે પીએમ મોદીના મજબૂત નેતૃત્વને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે આગામી દિવસોમાં પોતાના વિકલ્પો ખુલ્લા રાખવાનો પણ સંકેત આપ્યો હતો. તેમણે અહીંના છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક ખાતે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે એક થવાની અપીલ કરી હતી.

જ્યારે રાજ ઠાકરે 13 ઓક્ટોબરે ગોરેગાંવ નેસ્કો ગ્રાઉન્ડ ખાતે પાર્ટીના જૂથ પ્રમુખોને સંબોધિત કરશે ત્યારે તેમની પાર્ટી એનડીએ સાથે જવાની અટકળોને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે હજુ સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નથી. થોડા દિવસો પહેલા ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રની મુલાકાતે આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button