ગોંડલ સ્ટેટના રાજાના વિવાદને મામલે ગોંડલ પેલેસ ખાતે ગોંડલ સ્ટેટ અને રાજપુત ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી છે. તેમાં યાદવેન્દ્રસિંહ પણ બેઠકમાં હાજર રહ્યાં છે. ગોંડલના રાજવી, તાલુકાના ભાયાતો બેઠકમાં હાજર રહ્યા છે. તેમજ બેઠકમાં ગોંડલ સ્ટેટના મહારાજા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે સમાધાન થયુ છે.
યાદવેન્દ્રસિંહ વિશે ગોંડલ સ્ટેટ તરફથી ખુલાસો
બેઠક બાદ ગોંડલ સ્ટેટના યુવરાજ સાહેબના પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યુ છે. તેમાં યાદવેન્દ્રસિંહ હવેથી પોતાના નામમાં ગોંડલ સ્ટેટ કે રાજાનો ઉપયોગ નહીં કરે અને કોઈ કરતું હશે તો તેમને પણ અટકાવશે. અશ્વિસિંહજી પાલીતાણા અને પૂંજા બાપુ વાળા પણ ઉપસ્થિત રહ્યાં છે. ક્ષત્રિય સમાજના આગેવાનોમાં અશ્વિનસિંહ સરવૈયા અને અર્જુનસિંહ ગોહિલ પણ હાજર રહ્યાં છે. ગોતા ખાતે મળેલા સંમેલનમાં યાદવેન્દ્રસિંહને ગોંડલ સ્ટેટ તરીકે સંબોધાતા ગોંડલ સ્ટેટ તરફથી ખુલાસો કરાયો છે.
જાણો સમગ્ર મામલો
અગાઉ નકલી અધિકારીઓ બાદ રાજા પણ નકલી આવ્યા હતા. તેમાં ગોંડલના અસલી મહારાજાને ધ્યાને આવતા ખુલાસો કર્યો છે. મહારાજાના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનો ખુલાસો સામે આવ્યો છે. ગોતા ક્ષત્રિય સંમેલનમાં નકલી યુવરાજ હાજર હતા. ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર રહેતા ચર્ચા શરૂ થઇ હતી. અસલી ગોંડલ સ્ટેટ યુવરાજ કોઈ સંમેલનમાં હાજર રહ્યા નથી. ભાયાર યદુવેન્દ્રસિંહ પોતાને યુવરાજ ગણાવે છે. જેમાં યદુવેન્દ્રસિંહ પોતાને અસલી યુવરાજ ગણાવે છે. તેમાં નકલી અધિકારીઓ અને ઓફિસરો બાદ રાજા પણ નકલી સામે આવ્યા છે. ગોંડલ સ્ટેટના નામે ફર્જી રાજા રખડતા હોવાની વાત સામે આવી છે. તેમાં ગોંડલના અસલી મહારાજા સાહેબના ધ્યાને વાત આવતા ખુલાસો કર્યો છે. મહારાજા સાહેબના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનો ખુલાસો છે. તેમાં ગોતા ક્ષત્રિય સંમેલનમાં ગોંડલ સ્ટેટના નામે નકલી યુવરાજ હાજર હતા.
કોઈ સંમેલનમાં કે કાર્યક્રમમાં અસલી ગોંડલ સ્ટેટ હાજર રહ્યા નથી
કોઈ સંમેલનમાં કે કાર્યક્રમમાં અસલી ગોંડલ સ્ટેટ હાજર રહ્યા નથી. 9 પેઢીથી છુટ્ટા પડેલા ભાયાત યદુવેન્દ્રસિંહ પોતાને યુવરાજ ગણાવે છે. તેમાં ગોંડલ સ્ટેટના મહારાજ હિમાંશુસિંહજી એક માત્ર અસલી રાજા છે. ગોંડલનાં સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિંહજીને કારણે આજે પણ ગોંડલ રાજ્યની અને રાજવી પરીવારની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાઈ છે. ત્યારે યદુવેન્દ્રસિંહ નામની વ્યકિતએ પોતે ગોંડલ સ્ટેટનાં યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભોમાં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચકચાર જાગી છે. બીજી બાજુ રાજવી પરિવારે આ વ્યક્તીને નકલી ગણાવી કોઇ પણ જાતનાં સબંધ નથી તેવી ચોખવટ કરી છે. રાજવી પરિવાર નકલી યુવરાજ સામે કાનુની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે.
Source link