સરકારી નિતી સામે હડતાલ ઉપર ઉતરેલા સસ્તા અનાજના દુકાનદારોના કારણે તહેવાર ટાંણે જ ગરીબ પરિવારોને અનાજ-પૂરવઠો નહી મળતા દેકારો બોલી ગયો છે. ત્યારે રાજકોટ આવેલા એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ સરકારી તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે
તેમણે કહ્યું હતું કે, સરકારની શરત કહેવત જેવી છે ‘કૂવામાં હોઈ તો અવેળામાં આવે’ બાયોમેટ્રિકમાં 100 ટકા કામ થયું નથી તો 97 ટકા વિતરણ કેમ થાય ?તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે 30 હજાર કમિશનની માંગણી કરી હતી. પરતું સરકારે 20 હજાર કમિશનની જાહેરાત કરી તેમાં પણ આકરા નિયમો બનાવ્યા, 97 ટકા વિતરણ હોય તે દુકાનદારને જ 20 હજાર કમિશન મળશે. આ માટે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલ બાયોમેટ્રિકની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. સરકારીએ 100 ટકા કામ કર્યું નથી તે કામ અમારી પાસે 100 ટકા માંગવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે 30 હજાર કમિશનની માંગણી કરી હતી. પરતું સરકારે 20 હજાર કમિશન આપ્યું, અમારી માંગણી મુજબ શરતોનો ઉમેરો કરવામાં આવ્યો નથી. બે દિવસ પહેલા ત્રણ-ત્રણ વખત ચર્ચા થયા બાદ આગામી સોમવારે વધુ એક વખત મંત્રણા માટે સરકારે બોલવ્યા છે. રાજકોટ સહિત રાજ્યના 17,000 રેશનિંગ દુકાનદારોની બે મુદ્દતી હડતાલના પાંચમાં દિવસે રાજકોટમાં આજે ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીયેશનના પ્રમુખે સૌરાષ્ટ્રના સસ્તા અનાજના દુકાનદારો સાથે બેઠક કરી આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
Source link